ક્રિકેટ મેચ પર જુગાર:આણંદમાં વુમન્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ત્રણ પકડાયાં, શહેર પોલીસે સરદાર ગંજમાં દરોડો પાડ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં વુમન્સ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતાં ત્રણ શખસને પકડી પાડ્યાં હતાં. જ્યારે ચોથો શખસ ફરાર હતો. આ અંગે પોલીસે ચારેય સામે ગુનો નોંધી 13 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આણંદ શહેર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ગંજ બજાર વિસ્તારમાં ઓટલા પર બેઠેલો શખસ વુમન્સ ઇન્ટરનેશનલ 2020ની પાકિસ્તાન - આયર્લેન્ડની ક્રિકેટ મેચ પર ઓનલાઇટ સટ્ટો રમી રહ્યો છે. તે મોબાઇલ દ્વારા સોદાઓ મેળવી વેબસાઇટમાં જુદી જુદી એપ્લીકેશનમાં ઓનલાઇન એન્ટ્રી કરી પૈસાની હારજીતનો સટ્ટો રમી રહ્યો છે.

આ બાતમી આધારે શહેર પોલીસે ખાસ ટીમ બનાવી સોમવારની બપોરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા શખસને કોર્ડન કરી અટક કરી હતી. તેનું નામ પુછતા તે પ્રકાશ રામજી ઠક્કર (રહે. ભગતસિંહ સ્ટેચ્યુની પાસે, સીપી કોલેજ રોડ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. તેના મોબાઇલની તપાસ કરતાં ક્રિકેટ મેચ ઉપર જુદી જુદી આઈડી દ્વારા સટ્ટો રમવાની વેબસાઇટ ઓપન થઇ હતી. વધુ તપાસ કરતાં અલગ અલગ ક્રિકેટ મેચના સોદા જોવા મળ્યાં હતાં.

આ અંગે પુછપરછ કરતાં તે યુઝર નેમ, આઈડી તથા પાસવર્ડ તુષાર હસમુખલાલ ઠક્કર ઉર્ફે તુષાર બાડીયો ઉર્ફે બદો હારીજ (રહે.હારજી)એ આજથી છ મહિના પહેલા ક્રિકેટ સટ્ટો રમવા માટે અલગ અલગ આઈડી રૂપિયા પાંચ હજાર આપી લીધો હતો. મોબાઇલમાં કુલ 16 આઈડી, પાસવર્ડ મળી આવ્યાં હતાં.

આ ઉપરાંત કિશોર શંકરલાલ સિંધી ઉર્ફે કાળુ સિંધી (રહે.ગુરૂ નાનક સોસાયટી, આણંદ)ને પણ સટ્ટો રમાડતા પકડી પાડ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી વરલી મટકા હારજીતનો જુગાર રમાડતો હતો. આમ પ્રકાશ રામજી ઠક્કર, તુષાર ઉર્ફે તુષાર બાડીયો ઉર્ફે બદો હસમુખલાલ ઠક્કર, સંદીપ પ્રજાપતિ ઉપરાંત કિશોર ઉર્ફે કાળુ સિંધી શંકરલાલ સિંધી સટ્ટામાં સંડોવાયેલા હોવાનું ખુલતાં પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...