તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખંભાત તાલુકાના રાલજ ગામેથી ત્રણ બોગસ ડૉકટર ઝડપાયા, આણંદ એસઓજીએ ‌‌‌‌‌‌‌‌1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના રાલજ ગામમાંથી આણંદ એસઓજીએ ડિગ્રી વિના પ્રેક્ટીસ કરી રહેલા ત્રણ બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસે તેમની પાસેથી રૂપિયા દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

રાલજ ગામે આવેલા રામજી મંદિર પાસે ત્રણ બોગસ શખ્સો દવાખાનું ખોલીને પોતાની પાસે મેડિકલ સર્ટિફિકેટ ન હોવા છતાં પણ પ્રેક્ટીસ કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ એસઓજીએ દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે કલમસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ત બીબી અધિકારી ડો.ભાવિકકુમાર પરમાર તેમજ આરોગ્ય સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા અલ્લારખા કુરેશી (રહે. ખંભાત), રાજુ રબારી (રહે. રાલજ) અને મહોમ્મદ શેખ (રહે. ખંભાત)ની પોલીસે ધરપકડ કરી હતી.

આ અંગે આણંદ એસઓજીના પીએસઆઈ કે.જી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઈલિયાસ છેલ્લાં પાંચ વર્ષથી પ્રેક્ટીસ કરતો હતો. અગાઉ ખંભાત ગ્રામ્ય પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે, જામીન પર છૂટ્યા બાદ તે પુન: ધંધામાં લાગ્યો હતો. જ્યારે રાજુ અને અલ્લારખા કુરેશી છેલ્લાં બે-ત્રણ વર્ષથી પ્રેક્ટીસ કરતા હતા. ત્રણેયના દવાખાના 50મીટરના અંતરે આવેલા છે. હાલમાં તેમની ધરપકડ કરી છે.ે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો