ગૌમાંસ સાથે ત્રણની ધરપકડ:પેટલાદમાં અઢી સો કિલો ગૌમાંસ સાથે ત્રણ ઝડપાયા, પોલીસે કાર સહિત 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ શહેર પોલીસે ખાટકીવાડ પાસે બાતમી આધારે કારને રોકી તેમાં તલાસી લેતા અઢી સો કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ સંદર્ભે પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ ઉપરાંત 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પેટલાદ શહેર પોલીસને બાતમી મળી હતી કે, ખાટકીવાડમાં ઇક્કો ગાડી નં.જીજે 6 એલબી 9625માં પશુઓની કતલ કરી માંસનો જથ્થો ભરી સાંઇનાથ ચોકડી બાજુથી બોરસદ બાજુ વેચવા જઇ રહ્યાં છે. આ બાતમી આધારે તાત્કાલીક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગૌવંશના માંસના જથ્થા સાથે એક શખસને પકડી લીધો હતો. તેની પુછપરછ કરતાં તે ફૈઝાન ઇસ્માઇલ મલેક (રહે.પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ગાડી અને મોબાઇલ, ગૌમાંસ મળી કુલ રૂ.1,90,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ તપાસમાં ફૈઝાન ઉપરાંત સલીમ ઉર્ફે ફરીદ ઉર્ફે ટોપી જરૂરખાન પઠાણ અને આસીફ ઉર્ફે મામુ પીરસાબ મલેક, નિયાઝવારીસ ઉર્ફે માટી ઝીણુ કુરેશી (ખાટકી), ઇસ્માઇલ (રહે.વડોદરા) સહિતના નામો ખુલ્યાં હતાં. જેમાં સલીમ અને આસીફને પકડી લેવામાં આવ્યાં હતાં. જ્યારે નિયાઝ અને ઇસ્માઇલને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...