આણંદ શહેરની સામરખા ચોકડી પર પ્રતિબંધીત ચાઇનીઝ દોરી વેચવા આવેલા બે ભાઇને પોલીસે પકડી લીધાં હતાં. પોલીસે તેમની પાસેથી 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ત્રણ શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમીના આધારે પોલીસની કાર્યવાહી
આણંદ શહેર પોલીસને બાતમી મળી હતી કે, સામરખા ચોકડી પર હોટલની પાસે રૂસીલ પટેલ નામનો શખસ થેલામાં નાઇલોનની ચાઇનીજ દોરીની ફિરકીઓ ભરીને વેચાણ કરવા આવ્યો છે. આ બાતમી આધારે પોલીસની ટીમે રવિવારની મોડી સાંજે સામરખા ચોકડી પર તપાસ હાથ ધરી છે. જેમાં બે શખસ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં હતાં. આથી, તેમની અટક કરી પુછપરછ કરતાં તે રૂસિલ કનુ પટેલ (રહે.પરબીયા, ગળતેશ્વર) અને બીજો હેરાજ કનુ પટેલ (રહે. પરબીયા, ગળતેશ્વર) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે મળી આવેલા થેલામાં તપાસ કરતાં ચાઇનીઝ દોરીની 240 ફિરકી મળી આવી હતી. આ ફિરકી અંગે પુછપરછ કરતાં આ દોરી આ ફિરકીઓ બાલાસિનોર ખાતે રહેતા લાલાભાઈ કટલરી નામની દુકાનના માલિક ઇદ્રીશ ઇશાક શેખ વેચાતો લાવ્યો છે. આ કબુલાત આધારે પોલીસે ચાઇની દોરીનો જથ્થો રૂ.48 હજાર કબજે કરી રૂસિલ પટેલ, હેરાજ પટેલ અને ઇદ્રીશ ઇશાક શેખ (રહે. બાલાસિનોર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.