તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લૂંટેરી દુલ્હનના ગુનામાં 6 માસથી વોન્ટેડ ત્રણ આરોપી ઝડપાયા

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ખંભાતના ચકચારી રેપ વીથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા આરોપીની કબુલાત બાદ ભાંડો ફૂટ્યો હતો

લૂંટેરી દુલ્હનના ગુનામાં ગત મે માસથી નાસતા-ફરતાં ત્રણ આરોપીઓને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. નોંધનીય છે કે, ખંભાતના ચકચારી રેપ વીથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા ત્રણ આરોપીઓની કબુલાતમાં તેઓની ગેંગ દ્વારા લગ્નવાંચ્છુ યુવકોને પટાવી-ફોસલાવી યુવતી સાથે લગ્ન કરાવી છેતરપિંડી આચરતા હોવાની કબુલાત બાદ આ ગુનો નોંધાયો હતો. જેમાં ત્રણેય આરોપી વોન્ટેડ હતા.

ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં લુંટેરી દુલ્હનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી ટીમ્બા ગામે પોતાના ઘરે હાજર છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રજનીભાઈ ઉર્ફે રજની દરબાર રાવજીભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ તેની પૂછપરછમાં અને બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે જણ, તારાપુરની મોટી ચોકડી પાસેથી જશુભાઈ ડાહ્યાભાઈ બેલદાર (રહે. તારાપુર) અને અજીતભાઈ વસાવા (રહે. ધોળકા)ને પણ ઝડપી પાડ્યા હતા

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, ખંભાતના ચકચારી સિરીયલ કિલર ગેંગના સાગરિત અને લૂંટેરી ગેંગનો મુખ્ય સુત્રધાર દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજી ચાવડા સાથે મળીને આ ત્રણ શખ્સ ઉપરાંત દિલીપની પત્ની સુમીબેન, આરતી અને પાયલ નામની યુવતી ગાંધીનગરના વલાદ ખાતે રહેતા નટવભાઈ નારાયણભાઈ પટેલને મળ્યા હતા. દરમિયાન,

તેમના 30 વર્ષીય પુત્ર યતીન પાસેથી 25 જાન્યુઆરી, 2018ના રોજ રૂપિયા દોઢ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.75 લાખની મત્તા લગ્નના નામે લીધી હતી. બાદમાં તેમણે આરતી નામની યુવતીના લગ્ન કરાવ્યા પણ હતા. જોકે, લગ્નના સમયે જ યુવતી ફરાર થઈ ગઈ હતી. થોડા સમય પૈસા પરત અપાવી દેવાનું જણાવી ગોળ-ગોળ ફેરવ્યા બાદ આખરે વર્ષ 2020ના મેમાં આ અંગેની ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ હતી.

સીરીયલ કિલર ગેંગે સમગ્ર ગુજરાતને હચમચાવ્યું હતું
સમગ્ર આણંદ જિલ્લા સહિત ગુજરાતને હચમચાવી મૂકનારા ખંભાતના ચકચારી ગેંગરેપ વીથ મર્ડરના ગુનામાં દિલીપ ઉર્ફે ડાહ્યો ચાવડા, ભરૂચનો સલીમ પટેલ અને સાવન પટેલ, વિજય ઉર્ફે ચકો જશ ચાવડા મહિલાઓને રિક્ષામાં પેસેન્જરરૂપે બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ જતા હતા. જ્યાં તેમને લૂંટી લીધા બાદ માર મારી તેમના પર રેપ કરતા હતા. અને બાદમાં મોતને ઘાટ ઉતારતા હતા. તેમણે પાંચથી વધુ મહિલાઓને મોતને ઘાટ ઉતારી હતી. તેઓ એકલ-દોકલ જતી મહિલાઓને રિક્ષા કે ગાડીમાં પેસેન્જર રૂપે બેસાડી ઘટનાને અંજામ આપતા હતા. નોંધનીય છે કે, એ સમયે તેઓએ ચોરી, લૂંટેરી દુલ્હન, ગેંગરેપ વીથ મર્ડર સહિત આઠ ગુનાઓની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...