તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ નગરપાલિકાની ચુંટણી આગામી 28મીએ યોજાનાર છે. ત્યારે અગાઉ 5 વર્ષ શાસનકાળ દરમિયાન સ્થાનિક કાઉન્સિલરો દ્વારા કરેલી કામગીરી અને પ્રજાના પ્રશ્ર્નો ઉપર એક નજર કરીએ તો શહેરના વિકસિત એવા વોર્ડ નં 10 માં સાફ સફાઈનો અભાવ, બિસ્માર રસ્તાઓની સુવિધાઓનો આજે પણ અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યાવસ્થાઓ હાથ નહીં ધરાતા સ્થાનિક વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બની રહ્યા છે. શહેરના જુના બસ સ્ટેન્ડ પાસેનો રોડ, જુના દાદર વિસ્તારમાં પાલિકાના સફાઈ કામદારો ધ્વારા સાફ સફાઈ કામગીરી હાથ નહીં ધરાતા ગંદકીનું સામ્રાજય થઈ જાય છે.
મતદારો કેટલા ? | |
પુરૂષ મતદારો | 7788 |
મહિલા મતદારો | 7779 |
અન્ય મતદારો | 0 |
કુલ મતદારો | 15577 |
વોર્ડની સ્થિતિ
2 પુરુષ સામાન્ય બેઠક
2 મહિલા સામાન્ય બેઠક
વોર્ડનં-10 નો વિસ્તાર
આણંદ જુના દાદર થઈને સુપર માર્કેટ, અમુલ ડેરી રોડ,વ્યાયામ શાળા વિસ્તાર, ડો.કુરિયન રોડ વિસ્તારનો સમાવેશ થાય છે.
વરસાદી પાણી ભરાઈ છે
વરસાદ પડતાની સાથે સ્વામિનારાય સોસાયટી રોડ, વ્યાયામ શાળા રોડ સહિત સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા રહીશોને હાલાકી પડતી હોય છે. > મહેન્દભાઈ શાહ, સ્થાનિક રહીશ
વિકાસના કાર્યો કરાયા છે
પાલિકા દ્વારા ગટર લાઈન, રસ્તાઓની કામગીરી હાથ ધરાઈ છે. જો કે પીવાના પાણીની વ્યવસ્થાઓ ઉભી કરતા રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. > અર્પણ શાહ, સ્થાનિક રહીશ, આણંદ
કાંસની સફાઈ કરાતી નથી
આણંદ વ્યાયામ શાળા પાસે પસાર થતો કાંસની નિયમિત સાફ સફાઈ તંત્ર દ્વારા હાથ ધરાતી નથી. કાંસની નિયમિત રીતે સાફ સફાઈ થાય તેવી માંગ ઉચ્ચારી હતી. > કમલેશભાઈ પંડયા, સ્થાનિક રહીશ
શૌચાલય બંધ હોઈ હાલાકી
જાહેર શૌચાલય બંધ હાલતમાં છે. શૌચાલયની બાજુમાં ધન કચરાનું સામ્રાજય થઈ જતાં તંત્ર ધ્વારા દિવસમાં બે થી ત્રણ વખત સાફ સફાઈ હાથ ધરવા માંગ ઉચ્ચારી છે. > દેવરાજ સિધી, રહીશ, આણંદ
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.