તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદ:કોરોના મહામારીની અસર હજારીના ફુલો પર જોવા મળી, ફૂલોના ભાવ 10 વર્ષ બાદ ઉંચકાતા ખેડૂતોમાં ખુશી

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળી અને નૂતનવર્ષે વધામણા માટે ફુલોથી મંદિરો અને વાહનો સજાવવામાં આવતા હોય છે.તેના પગલે દિવાળી પર હજારી અને ગુલાબ ફુલો સહિત તમામ ફુલોની માંગ વધુ રહેતી હોય છે. દરવર્ષે દિવાળી તહેવાર પર દરવર્ષે ચરોતરના બજારમાં 100 ટનથી વધુ ફુલો માંગ રહેતી હતી.જે ચાલુ વર્ષે બજારમાં માત્ર 60 ટન માલ ઉતર્યો છે.તેની સામે ફુલોની માગ વધુ છે.જેથી 10 વર્ષના મળ્યા હોય તેવા ભાવ ચાલુવર્ષે દિવાળી મળ્યા છે. હાલમાં હજારીનો 1 મણનો ભાણ 1500 થી 1800 બોલાયો છે.

જયારે ગુલાબના ભાવ રૂા 1200 બોલાયો છે. હજારીના ફુલોની ખેતી 15મી ઓગષ્ટ બાદ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.નવરાત્રિ અને દિવાળી પર ફુલો ઉતારો શરૂ થઇ જાય છે.ચાલુવર્ષે કોરોના કારણે ઓગષ્ટમાં ફુલોની માંગ ઓછી હતી.તેના કારણે મોટાભાગ ખેડૂતો ફુલોની ખેતી દૂર રહ્યાં હતા. જેના કારણે જિલ્લામાં આ વખતે માત્ર 60 ટકા એટલે 300 હેકટરમાં ફુલો ની ખેતી થઇ છે. તેમજ મહારાષ્ટ્ર, હરિયાણા સહિતના રાજયમાં આવતા ફુલોની આવક ઘટી છે.તેના કારણે હજારીના ફુલો ભાવ ઉંચકાયો છે. દરવર્ષે દિવાળી પર 1 કિલો હજારીના ફુલો ભાવ 30 રૂપિયાની આસપાસ રહેતો હતો.જે ચાલુ વર્ષે 80 થી 140 રૂપિયા બોલાયા છે.જેથી હજારીના ખેતી કરનાર ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો