તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આરટીઇમાં ખોટી માહિતી રજૂ કરનાર સામે કાર્યવાહી કરાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો-1માં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ

રાઇટુ એજયુકેશન એકટ અંતર્ગત ધો-1માં પ્રવેશ મેળવવા માટે આણંદ જિલ્લામાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં 105 નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ માટે ચાર દિવસ દરમિયાન 1554 જેટલા ઓનલાઇન ફોર્મ ભરાયા છે. જો કે 6 જુલાઇ બાદ ફોર્મ ચકાસણીમાં ખોટી માહિતી આપનારને ફોર્મ રદ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી મુજબ આરટીઇ ધો-1માં પ્રવેશ માટે ઓનલાઇન 26 જૂનથી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આરટીઇ એકટમાં પ્રવેશ ફોર્મ ભરતી વખતે ચાલુ નાંણાકિય વાર્ષિક આવકનો દાખલો 7 દિવસમાં જમાં કરવાનો હોય છે.જેમા વાર્ષિક આવક નિયત મર્યાદા કરતાં વધુ હશે તો આરટીઇ હેઠળનો પ્રવેશ રદ કરવામાં આવશે.તેમજ નિયમો અનુસાર બીપીએલ કેટેગરી વાળા બાળકોને વાલીઓનું બીપીએલ કાર્ડ રજૂ કરવાનું રહેશે.

સીંગલ ગર્લ ચાઇલ્ડ કેટેગરી હેઠળ પ્રવેશ મેળવેલ છે. ત્યારબાદ કોઇ સંતાનનો જન્મ થાય આવા સંજોગોમાં પણ પ્રવેશ રદ કરવામાં આવતો હોય છે. આમ આણંદ શિક્ષણવિભાગ દ્વારા આરટીઇ એકટ અંતર્ગત ફોર્મ સ્વીકારવામાં આવતા જિલ્લામાંથી ઓનલાઇન 1554 ફોર્મ ભરાયા છે. જો કે 6 જુલાઇના રોજ વાલીઓને મોબાઇલમાં મેસેજ મોકલવામાં આવશે.ત્યારબાદ ફોર્મ ચકાસણી સહિત પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.પરંતુ ફોર્મ ચકાસણી વખતે ખોટી માહિતી રજુ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...