તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાલુ વર્ષે કાળી ચૌદશ અને દિવાળી એક દિવસે આવે છે. સવારના 14 અને સાંજના અમાસ છે. જેથી ચરોતરવાસીઓએ બંને તહેવારની ઉજવણી આગવું આયોજન કર્યું છે.જેમાં સવારે આણંદ લાંભવેલ મંદિર અને નડીઆદ કોકરણ હનુમાનજી મંદિર વિશેષ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.જયારે દિવાળી નિમિતે સાંજ મંદિરોમાં મહાપૂજન અને આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શુક્રવાર મોડીસાંજ થી કાળી ચૌદશ શરૂ થઇ ગઇ છે. શનિવાર સાંજ સુધી ચાલશે.જો કે કાળીચૌદશના તમામ કાર્યક્રમો શનિવારના રોજ સવાર થી સાંજ સુધી યોજવામાંઆવ્યા છે.રોકડિયા હનુમાન મંદિર ખાતે સવારના 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાંભવેલ હનુમાનજી મંદિરમાં વહેલી સવારે કાળી ચૌદશ નિમિતે વિશે મારૂતી યજ્ઞ અને આરતી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તાત્રિકોએ આ વખતે દિવસે પૂજન કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
સાંજના 4 વાગ્યાબાદ દિવાળી શરૂ થતી હોવાથી દેવમંદિરો લક્ષ્મીપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જયારે દુકાનદારો સાંજના દિવાળીનું ચોપડા પૂજન કરવાનું આયોજન કર્યું છે. આણંદ રોકડીયા હુમાન મંદિરે કાળી ચૌદશ નિમિત્તે રૂપચર્તુદર્શી ઉત્સવ ઉજવવામાં આવશે. વહેલી સવારે આરતી, સહિત યજ્ઞ અને મહા અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે . આણંદ સહતિ ચરોતર પંથકના શ્રધ્ધાળુઓને કાળી ચૌદશ નિમિત્તે મંદિરના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.