રામભરોસે:આણંદમાં 8 બગીચાની દેખરેખ રાખતાં પાંત્રીસ વોચમેન ગાયબ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાઅે રોજિંદા વેતનમાં ઘટાડો કરાતાં નારાજગી
  • આર્થિક શોષણ થતું હોવાના આક્ષેપ સાથે ફરજથી દૂર રહ્યાં

આણંદ શહેરના નાના મોટા 8 બગીચાની દેખરેખ માટે મુકવામાં આવેલા 35 વોચમેન બે દિવસથી જોવા મળતી નથી. આ અંગે ચર્ચાઇ રહ્યું છે કે વોચમેનના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી વોચમેનોમાં ભારે નારાજગી જોવા મળી છે. જેના કારણે તેઓ કામ પર આવતાં નથી. આમ પાલિકા છેલ્લાં કેટલાક સમયથી સરકારના નિયમોને નેવે મુકી નાના કર્મચારીઓનો પગાર ઘટાડી દેવામાં આવ્યો છે. જેના કારણે ભારે નારાજગી જોવા મળી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નગરપાલિકા સંચાલિત 8 જેટલા બાગબગીચાની દેખરેખ માટે 30 જેટલા વોચમેન પાલિકા દ્વારા રાખવામાં આવ્યાં છે. તેઓ નિયમિત ફરજ બજાવતાં હતાં.

પરંતુ દિવાળી બાદ પગારના પ્રશ્ને વોચમેનોમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ વોચમેનને દિવસનો રૂા 360 પગાર આપવામાં આવતો હતો તે ઘટાડી દેવામાં આવ્યો છે. જેના કારણે વોચમેનમાં નારાજગી જોવા મળી રહી છે. આમ પાલિકામાં કેટલાક લોકો ખોટી રીતે દખલગીરી કરી રહ્યાં છે. વોચમેન પાસે 12 કલાક સુધી પાલિકાના કહેવાતા લોકો કામ કરાવી રહ્યાં છે.

જેને લઇને નારાજગી હતી. વોચમેન સહિત કેટલાંક કર્મચારીઓનો પગાર ઘટાડી દેવામાં આવ્યો છે. જેના કારણે બે દિવસથી પાલિકા સંચાલિત બાગબગીચામાં વોચમેન જોવા મળતાં નથી. સરકારી નિયમોની અવગણના કરીને પોતાને ફાવે તેવા નવા નિયમો બનાવીને નાના કર્મચારીઓનો પગાર ઘટાડીને શોષણ કરવામાં આવે છે. તેમ જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ અંગે જાગૃત નાગરિકોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વોચમેન પ્રશ્ને તપાસ કરીને જણાવીશું
આણંદ જિલ્લાના બાગબગીચામાં વોચમેનો બે દિવસથી દેખાતા નથી. તે અંગે પાલિકાના સત્તાધિશોને રજૂઆત કરતાં તેઓએ જણાવ્યું હતું કે તપાસ કરીને જણાવીશું. > અેસ.કે.ગરવાલ ચીફ ઓફિસર, પાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...