તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પીપળાવના ખેતરમાંથી સામાન ચોરનારો ઝડપાયો, હજુ 2 વોન્ટેડ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ ઈસમોએ ભેગા મળીને ચોરી કરી હોવાની કબુલાત

પીપળાવ ગામેથી ખેતરના સામાનની ચોરી કરનારા શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાસોર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે. જોકે, બનાવમાં હજુ બે આરોપીઓ વોન્ટેડ છે. પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર લાંભવેલ રોડ ગ્રીડ ચોકડી ખાતે 38 વર્ષીય ભૂમિક અનિલભાઈ પટેલ રહે છે. તેમનું પીપળાવ ગામમાં ખેતર આવેલું છે. પંદર દિવસ અગાઉ તેમના ખેતરની ઓરડીમાંથી તાડપત્રી, મોટર, દવા છાંટવાના પંપ સહિત રૂપિયા 11 હજારની મત્તાની ચોરી થઈ હતી.

દરમિયાન, આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં કાસોર ગામે રહેતો રાવજી વાસુ તળપદાએ ચોરી કરી હોવાની અને તે તેને વેચવા આણંદ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે પોલીસે કાસોર બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી શખ્સને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં શખ્સે તેની સાથે ગામના અન્ય બે શખ્સ રસિક રામા તળપદા અને સુરેશ શંકર તળપદા સાથે મળીને ચોરી કરી હતી. ચોરી પોતાના છૂટક ખર્ચાને સરભર કરવા માટે કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...