આદેશ:1 જુલાઇથી થર્મોકોલ-પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થર્મોકોલ અને પ્લાસ્ટીકના ઉપયોગથી સ્વાસ્થયને ખતરો
  • ચરોતરમાં લગ્ન સિઝનમાં 200 ટનથી વધુનો ઉપયોગ

આગામી 1લી જુલાઇથી દેશભરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નોટિફિકેશન મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેપાર અને વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ખેડા- આણંદ પ્રદુષણ વિભાગની કચેરી દ્વારા આણંદ નગરપાલિકા સહિત સરકારી વિવિધ કચેરીઓને પ્રતિબંધના અમલ માટે લગ્ન પ્રસંગે વપરાતી થર્મોકોલની ટીસ સહિત પ્લાસ્ટીકના ગ્લાસ વેચાણ થતું બંધ કરવા આદેશ કર્યો છે. સીંગલ યુઝ પ્લાસ્ટિકમાં મેન્યુફેકચરિંગ કરતાં યુિનટો સર્વે મુજબ બંધ કરાવી કાર્યવાહી હાથધરવાની સુચનાઓ આપવામાં આવી છે.

આમ આગામી પહેલી જુલાઇ થી પ્રસંગો વપરાથી થર્મોકોલની ડીસો સહિત પ્લાસ્ટીક ગ્લાસ વાપરસો હવે ખેર નથી. આણંદ-નડિયાદ સહિત ચરોતરમાં લગ્ન સિઝન સહિત હોટલો, ખાણીપીણી ની લારીઓમાં માસિક 200 ટનથી વધુ થર્મોકોલ અને પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનો ઉપયોગ થાય છે.જેના કારણે માનવ સ્વાસ્થય સાથે ચેડાં થાય છે. નડિયાદઆણંદ શહેર સહિત ચરોતરમાં પ્લાસ્ટિકની વસ્તુ બનાવતા ઉદ્યોગો સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું મેન્યૂફેકચરિંગ કરતા યુનિટો ની ખેડા-આણંદ પોલ્યુશન વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં બે યુનિટો બંધ હાલતમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આમ છતાં આ અંગે કલેક્ટર, ડીડીઓ, નગર પાલિકાને પણ નિયમનો અમલ કરવાના નિર્દેશો મોકલાયા છે.તમામ વાણિજ્યિક વેચારણકર્તા અને વપરાશકર્તાને એકમોનો સર્વે અને મોનિટરિંગ અને પ્રતિબંધોનો ભંગ કરતા તમામ સામે કાર્યવાહી કરવા પોલ્યુશન વિભાગ દ્વારા સૂચનાઓ પણ આપવામા આવી છે.વધુ માહીતી મુજબ નવા નિયમ મુજબ કેરી બેગની જાડાઇ 50 માઇક્રોનથી 75 માઇક્રોન અને 31મી ડિસેમ્બરથી આ જાડાઇ 75 માઇક્રોનથી 120 માઇક્રોન કરવાની રહેશે.

આગામી 1લી જુલાઇથી દેશભરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નોટિફિકેશન મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકના પીણામાં અપાતી પ્લાસ્ટિક સ્ટ્રો, પ્લાસ્ટિક ડીશ સહિત ફુગ્ગા સાથે જોડવામાં આવતી પ્લાસ્ટિકની દંડી, ઇયર બડ્સ, ગ્લાસ, બેનર, પ્લાસ્ટિક ધ્વજ, કેન્ડી સ્ટીક્સ, આઇસક્રીમની દાંડી, થર્મોકોલની સજાવટની સામગ્રીથર્મોકોલની પ્લેટો-કપ, ગ્લાસ, કાંટા, ચમચી, ચાકુ સ્ટ્રો જેવી કટલરી મીઠાઇના ડબા, નિમંત્રણ કાર્ડ, સિગરેટના પેકેટ નિયમભંગ કરનાર ઉત્પાદકને રૂા.5000 દંડ થશે. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું કોઇ ઉત્પાદન કે વપરાશ કરશે તો તંત્ર દ્વારા સામાન જપ્ત કરાશે. જીપીસીબીની ગાઇડલાઇન મુજબ રૂ.5000 પ્રતિ ટન એન્વાયર્મેન્ટ કમ્પેન્સેશનરૂપે વસૂલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...