તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૌકતે સામે તંત્ર તૈયાર:ચરોતરમાં વાવાઝોડું નહી પણ વરસાદતો પડશે, 15 ગામો એલર્ટ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાતમાં આશ્રય સ્થાનો ઉભા કરવાની તળામાર તૈયારીઓ ચાલું ગામે ગામ ટીમ તૈનાત

તૌકતે વાવાઝોડું કેરળથી મુંબઈ થઈને ખંભાતનવા દરિયા તરફ આગળ ધપી રહ્યું છે. જો કે, વાવાઝોડુ સતત દિશા બદલતું રહેતુ હોવાથી સાવચેતીના ભાગ રૂપે આણંદ -ખેડા જિલ્લા વહીવટી તંત્ર વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વડવા માટે આગોતરૂ આયોજન કર્યુ છે. આગામી બે દિવસ દરમિયાન ચરોતરમાં વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા વ્યકત કરી છે.

ખંભાતના 15 ગામોમાં આશ્રય સ્થાનો તાત્કાલિક ઉભાકરીને સેનેટાઈઝની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
ખંભાતના 15 ગામોમાં આશ્રય સ્થાનો તાત્કાલિક ઉભાકરીને સેનેટાઈઝની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

તેમાંય ખંભાતના દરિયાકાંઠાના ગામો ભારે પવર સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. તેને ધ્યાને લઇને તંત્ર દ્વારા ખંભાત તાલુકાના 15 ગામોમાં સાવચેત કરી દેવામાં આવ્યા છે.તેમજ દરેક ગામમાં એક કલાસ વન 1 કે 2 અધિકારી ગ્રામિણ વિસ્તારોમાં સ્થળાંતર કરવાનું થાય તો નગરિકોને સારી વ્યવસ્થા મળે તેમજ ઝાડ પડવાથી રસ્તા બંધ ન થાય તેની તકેદારી રાખવા સૂચવ્યું હતું.

તૌકતે વાવાઝોડાના પગલે ખંભાત તાલુકામાં ભારે વરસાદની સંભાવના
અતિ ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના કોઈ હોઈ ખંભાત અને બોરસદ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારોના ગામોમાં અગમચેતીના ભાગરૂપે ખંભાત તાલુકાના પાંદડ, તરકપુર, મીતલી, વડગામ, તડા તળાવ, ગોલાણા, કલમસર, બાજીપુરા, રાલેજ, રાજપુર, ધુવારણ, નવી આખોલ, જુની આખોલ, લૂણેજ અને નવાગામ બારા ઉપરાંતના વિસ્તારો માટેની વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતના અરબી સમુદ્રમાં ઉભા થયેલા “ટૌકતે” વાવાઝોડાની અસર વાળા તાલુકા અને ગ્રામિણ વિસ્તારો માટે લાઈઝન ઓફિસર અને ગ્રામ્યસ્તર સુધી તલાટી મંત્રી અને કર્મચારીઓની ફરજ સૂનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લામાં તમામ અધિકારી ઓની સંકલનની જવાબદારી આસી. કલેક્ટર સ્નેહા ભાપકારને સોંપવામાં આવી છે.

દરિયાકાંઠાના લોકોને સલામત સ્થળે ખસેડાયા
ખંભાત તાલુકાના કોવિડ સેન્ટર સારવાર લઇ રહેલા દર્દીઓને તાત્કાલિક બાકરોલ સમરસ સેન્ટર ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 80 માછીમારોને દરિયા ન ખેડવા તથા નજીકમાં આવેલા એક કંપની કામ કરતાં કામદારોને ખસેડ્યા છે. દરિયા કાંઠાના ગ્રામિણ વિસ્તારોમાં જરૂર પડે માણસો અને પશુઓને સ્થળાંતર કરવું પડે તો કોવિડની ગાઈડલાઈન મુજબ જ નગરિકો માટે વ્યવસ્થા કરવામાં આવશે. - મનુભાઇ મામલતદાર, ખંભાત

સુરક્ષાની તૈયારી
ખંભાતના 15 ગામોમાં વાવઝોડાના પગલે તરવૈયાની ટીમ સાથે સુરક્ષાના સાધનો દરેક ગ્રામ પંચાયતોમાં ઉપ્લ્બધ કરવામાં આવ્યા.

એમજીવીસીએલ
વાવાઝોડામાં વીજપોલ ધરાશયી થતા વીજપુરવઠો ખોરવાઈ ન તે માટે તાત્કાલિક એમજીવીસીએલની ટીમો તૈનાત રખાશે.

વન વિભાગ
વાવાજોડામાં માર્ગો પર પડેલા વૃક્ષો દૂર કરવા માટે દરેક તાલુકામાં ફોરેસ્ટ વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવશે.

માર્ગ અને મકાન
ધોવાયેલા માર્ગોનું સમારકામા કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામ હાથ ધરવા માટે ટીમો તૈયાર રખાશે.

તાલુકા પંચાયત
દરેક તાલુકામાં પંચાયત દ્વારા આવનારી અપત્તિને પહોંચી વળવા માટે કર્મચારીઓને સ્ટેન્ડબાય રહેવા જણાવવામાં આવ્યું છે.

ચરોતરમાં વાવઝોડાની આગાહી વચ્ચે પારો 39 પર સ્થિર
ચરોતરમાં અગામી 17 થી 21મી મે દરમિયાન હળવાથી ભારે વરસાદની અગાહી વચ્ચે શનિવારે પણ આણંદ શહેર સહિત સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનો પારો 39 ડિગ્રીએ સ્થિર રહેવા પામ્યો હતો. આમ, સતત ચાર દિવસથી ચરોતરમાં ગરમીનો પારો 39 ડિગ્રી પર સ્થિર રહેવા પામ્યો છે. તેમજ લઘુત્ત તાપમાનનો પારો 28.5 ડિગ્રી નોધાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા તેમજ પવનની ગતિ 4.8 કિ.મી પ્રતિ કલાકની નોધાઈ હતી. 22મી મે સમગ્ર પંથરમાં મહત્તમ તાપમાન 39.7 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસ -પાસ રહેવાની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...