કાર્યવાહી:જિલ્લામાં લેન્ડગ્રેબીંગની 210 અરજીઓ આવી ,3માં કેસ થયા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 67-નામંજુર અને 5-મંજુર અને 76 અરજીની તપાસ શરૂ

જમીન અને મિલ્કત પડાવી લેવાનાગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો હતો.તેને ધ્યાને લઇન રાજય સરકાર દ્વારા લેન્ડગ્રેબીંગ કાયદો લાગુ કરાયો છે. આ કાયદો લાગુ થયા બાદ આણંદ જિલ્લા કલકેટર કચેરી અત્યાર સુધીમાં 210 અરજીઓ જમીન કે મિલ્કત પડાવી લેવાની આવી છે. જેમાંથી 67 અરજીઓ રીઝેકટ કરવામાં આવી છે. જયારે અત્યાર સુધીમાં માત્ર 3 અરજી માન્ય રાખીને પોલીસે કરવામાં આવવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં પણ લેન્ડમાફીયા દ્વારા જમીન અને મિલ્કત પડાવી લેવાનો ગુનાઓ સતત ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે કેટલાક પરિવારો બરબાદ થઇ ગયા હતા. ત્યારે હવે લેન્ડગ્રેબીંગનો કાયદો લાદવામાં આવ્યો છે. જેમાં ખોટી રીતે જમીન પડાવી લેનાર સામે ગુનો દાખલ થઇ શકે છે. તે અનુસંધાનમાં આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે અત્યાર સુધીમાં 210 અરજીઓ આવી છે.જેમાં 76 અરજીની ઇન્કવારી ચાલુ છે. જયારે 67 અરજી રીઝેકટ કરવામાં આવી છે.

5 અરજી એપ્રુલ કરવામાં આવી, 04 અરજી કમિટી પાસે મોકલવામાં આવી છે. ત્રણ અરજી પર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે. લેન્ડીગ્રેબીંગ કાયદાના પગલે અગામી દિવસો મિલ્કત સંબંધી ગુનાઓ લોકોને ન્યાય મળશે. જમીન માફીયાઓ સામે લગામ લાદી શકાશે. તેમજ ખરેખર જમીન માલિક છે.તેઓને ન્યાય મળશે.

આણંદ શહેરમાં અને આસપાસના ગામોમાં ભૂમાફિયાઓની દાદાગીરી છેલ્લા કેટલાંક સમયથી વધી જવા પામી હતી અને બળજબરીથી જમીન પડાવી લેવાના કેસો પણ વધી ગયા હતા. ત્યારે લેન્ડગ્રેબીંગનો કાયદો આવતા હવે જમીન માલિકોને ન્યાય મળશે તેવી લોકોમાં આશા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...