તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:આણંદ પાલિકામાં શૌચાલય અંગેનું પ્રમાણપત્ર મેળવવા 175 અરજી આવી

આણંદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 145 ચૂંટણી લડવા ઇચ્છુંકોને પ્રમાણપત્રો ઇસ્યુ કરાયા

આણંદ નગરપાલિકા સહિત 6 નગર પાલિકાઓમાં, જિલ્લા પંચાયતની 42 બેઠકો અને 8 તાલુકા પંચાયતની 196 બેઠકો પર પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ઓફ લાઇન કે ઓનલાઇન ભરાયા નથી. જો કે પ્રથમ દિવસે 500 વધુ ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે.

આણંદ નગરપાલિકા ચૂંટણી લડવા ઇચ્છુંક માટે ઉમેદવારી પત્ર વિતરણની વ્યવસ્થા બેંકવેટ હોલમાં કરવામાં આવી હતી.જેમાં દિવસ દરમિયાન 130 ફોર્મનું વેચાણ થયું છે.જયારે બોરસદ નગરપાલિકાના ઉમેદવારીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં સવારથી ફોર્મ મેળવવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બપોરે ત્રણ વાગ્યા સુધી 135 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું પાલિકાની ચુંટણીને લઇ શહેરના રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.

હાલ તો એક વોર્ડમાં 4 બેઠકો પર 15 થી 20 ઉમેદવારો ઉમેદવારી કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે16મી ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ બાદ ખરેખરની સ્થિતિ બહાર આવશે. ઉમરેઠ,ખંભાત, સોજીત્રા નગર પાલિકામાં મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મનું વેચાણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો