સમસ્યા:ચરોતરમાં અપૂરતા સરનામાને કારણે ઇલેક્શન કાર્ડ ન મળવાની ફરિયાદ ઉઠી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ચૂંટણીપંચ દ્વારા ફોટા સાથેના મતદાર ઓળખપત્ર ઇ-ચૂંટણીકાર્ડ રૂબરૂ તેમના ઘરે જઇને અપાતાં

ચૂંટણીપંચ દ્વારા નવા નોંધાયેલા કે સુધારાવધાર કરાયેલા ઇ-ચૂંટણી કાર્ડ હવે જે તે અરજદારને સરનામે પોસ્ટથી મોકલવાનો નિર્ણય લીધો છે. મતદાર યાદીમાં જે તે વિસ્તારમાં નામ નોંધણી વખતે થયેલ છબરડાને કારણે અપૂરતા અને અયોગ્ય સરનામાને કારણે ડીલીવરી ન થતાં આઇકાર્ડ પરત આવવાની સમસ્યા ચૂંટણી શાખા માટે માથાના દુઃખાવા રૂપ બની ગઇ છે. અગાઉ બીએલઓ જે તે વિસ્તારમાં જઇને ઘરે પહોંચાડતાં હતાં. હાલમાં દૈનિક 50થી વધુ કાર્ડ ચૂંટણી શાખામાં પરત આવે છે.

ચરોતરમાં નવા નોંધાયેલા અને સુધારા કરેલ ચૂંટણી કાર્ડ મળીને 80હજારથી વધુ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. જેને લઇને ચૂંટણી શાખાના અધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તાત્કાલિક ચૂંટણીપંચ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી હતી.મતદાર તરીકે નોંધણી કરાવનાર મતદારોને અગાઉ ભારતના ચૂંટણીપંચ દ્વારા ફોટા સાથેના મતદાર ઓળખપત્ર ઇ-ચૂંટણીકાર્ડ રૂબરૂ તેમના ઘરે જઇને આપવામાં આવતાં હતાં. પરંતુ આ કામગીરી દરમિયાન ઘણીવાર અપૂરતી વિગતો અને ખોટાં સરનામાની ભૂલોને કારણે આઇકાર્ડની ડીલીવરી કરવાની સમસ્યા સર્જાતી હતી.

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીમાં નોંધાયેલા મતદારોને મતદાર ઓળખપત્ર ઘેર બેઠાં મળી રહે તેવી સુવિધા પૂરી પાડવા માટે સ્પીડ પોસ્ટ દ્વારા ઇ-ચૂંટણીકાર્ડ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ રીતે ઘેર બેઠાં ચૂંટણી કાર્ડ પહોંચાડવામાં પણ ઘણી વાર અપૂરતા સરનામાને કારણે સંબંધીત મતદાર મળતાં નથી. જેના કારણે પોસ્ટમાંથી ઓળખપત્ર પરત આવે છે.

આ સમસ્યા હાલ તો માથાના દુઃખાવા રૂપ બની ગઇ છે. આણંદ ચૂંટણી વિભાગના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર અપૂરતા નામ સરનામાને કારણે ઘણા ઇ-ચૂંટણી કાર્ડ પરત ફરી રહ્યાં છે. તે મેળવવા માટે અલગ ફોર્મ ભરવાનું રહેશે. અગાઉ બીએલઓ દ્વારા જે તે વિસ્તારમાં ચૂંટણી કાર્ડ વિતરણ કરાતુ હતું. પરંતુ હવે સરકારે પોસ્ટ વિભાગ દ્વારા મોકલવાની સૂચના આપતાં માંકણ ઉભી થઇ દરેક બીએલઓ વિસ્તારમાં 15વધુ નવા મતદારને ચૂંટણી કાર્ડ નહીં મળ્યાં હોવાનું બહાર આવ્યું.

અન્ય સમાચારો પણ છે...