હવામાન:ચરોતરમાં હળવા વાદળો વચ્ચે છાંટા વરસી શકે

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસથી લઘુતમ પારામાં વધઘટ

ચરોતરમાં છેલ્લાત્રણેક દિવસથી લઘુતમ તાપમાન વઘઘટ જોવા મળી રહી છે. આગામી 7 અને 8મી માર્ચ રોજ હળવા વાદળો વચ્ચે સામાન્ય છાંટા પડવાની સંભાવના છે. તેમજ મહતમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે તેમ આણંદ કૃષિ હવામાન વિભાગે જણાવ્યું છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસસુધી સામાન્ય તાપમાન રહેશે.જયારે 7 અને 8 મી માર્ચનો રોજ ચરોતરમાં હળવા વાદળો ઘેરાશે.તેમજ કેટલીક જગ્યાએ સામાન્ય છાંટા પડવાની સંભાવના છે.જયારે દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ત્યારે જો સામાન્ય વરસાદ થાય તો બંને પાકને નુકશાન થવાની ભીંતી છે.તેને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...