ભાસ્કર વિશેષ:સેવાનો કોઈ વિકલ્પ નથી-કર્મ કરો ફળની અપેક્ષા ન રાખો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુપમ મિશન મોગરીની મુલાકાત લેતા વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ આજે આણંદના મોગરી ખાતેના અનુપમ મિશન ખાતે નિર્માણાધીન પિંક કલરના પથ્થરનું શિખરબદ્ધ મંદિરની મુલાકાત લઇ પૂજા-અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવતા સેવાનો કોઇ વિકલ્પ નથી તેમ જણાવી કર્મ કરો અને ફળની અપેક્ષા ન રાખો તેમ કહ્યું હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય આજે બપોરે મોગરી ખાતેના અનુપમ મિશન ખાતે આવી પહોંચતા તેમનું સદગુરુ સંત અશ્વિનદાદા, શાંતિદાદા, દિલીપભાઈ, પીટરભાઈ, રણછોડભાઈ, જ્યોતિબેન પોપટ અને સુવર્ણાબેનએ અધ્‍યક્ષનું શાલ ઓઢાડી ખેસ પહેરાવી અને સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત-સન્માન કર્યું હતું.

ડૉ. નીમાબેન આચાર્યએ પિંક કલરના પથ્થરનું શિખરબદ્ધ મંદિર ખાતે ગુણાતીતાનંદ સ્વામી ગોપાલાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, સ્વામી શાસ્ત્રીજી મહારાજ અને સ્વામી યોગીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી નિસ્વાર્થ ભાવે સેવા કરી રહેલા અનુપમ મિશનના કાર્યોને બિરદાવતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરોત્તર શ્રધ્ધા અને વિશ્વાસનું મહાત્મય વધતું જાય છે. જેમાં સંતોનું યોગદાન મહત્વપૂર્ણ અને અદ્દભૂત રહ્યું છે. તેમણે ભકતોના મનમાં ભાવ-શ્રધ્ધા વધવાને કારણે ભકતો તેમના ભંડાર ખુલ્લાં મૂકી દે છે જેના કારણે આજે આ મંદિર સુવર્ણ મંદિર સેવાનું મંદિર બન્યું છે.

ડૉ. નીમાબેન આચાર્યએ અનુપમ મિશન દ્વારા સમાજ અને શિક્ષણ સુધારણા ક્ષેત્રે પણ અદ્દભૂત કામો કર્યા હોવાનું જણાવી અનુપમ મિશન દ્વારા સેવાના જે ઉમદા કાર્યો તેમના સંતો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્‍યારે આજે મને સંતોના આશીર્વાદ મળ્યા છે તેને હું મારૂં અહોભાગ્‍ય સમજું છું. તેમણે વધુમાં કોરોના કાળ દરમિયાન અનુપમ મિશન સંસ્થા દ્વારા આણંદ જિલ્લામાં અને રાજયમાં કરવામાં આવેલ સેવાઓને પણ બિરદાવી હતી. ડૉ. નીમાબેન આચાર્યએ અનુપમ મિશનના ગુરુજી સંત ભગવંત પરમ પૂજ્ય સાહેબ દાદા (જશભાઈ સાહેબ) ને રૂબરૂ મળી અનુપમ મિશનના સેવા કાર્યો અને બીજા અનેક વિષયો પર ગહન ચર્ચા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે અનુપમ મિશનના સંતો સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...