સંક્રમણ ઘટ્યું:આણંદ જિલ્લામાં આજે પણ કોરોનાનો નવો કોઈ કેસ નહીં

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે વધુ 12,780 લોકોઅે રસી મુકાવી

આણંદ જિલ્લામાં કોરોના કેસોમાં સામાન્ય ઉતાર ચઢાવની વચ્ચે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. અને એક પણ નવો પોઝિટિવ કેસ નોધાયો નથી. આમ જિલ્લામાં હાલ માત્ર 9 એક્ટિવ દર્દીઆે છે. જે પૈકી 2 દર્દીઆે હોસ્પિટલમાં સારવાર અર્થે છે. જ્યારે 7 દર્દીઆે હોમઆઈસોલેશમાં સારવાર લઈ રહ્યાં છે. જેથી કોરોના ની બીજી લહેર ની સમાપ્તિ નિશ્ચિત બની છે. રસીકરણ અભિયા અંતર્ગત સોમવારે 12,780 લોકો રસી મુકાવી હતી.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર સોમવારે આણંદ શહેર સહિત જિલ્લામાં અેક પણ કોરોના નવા દર્દીઆે નોધાયા નથી. જેને પગલે જિલ્લાનું કોરોના મીટર 9623 પર અટક્યું છે. જેમાંથી 9565 દર્દીઆેએ કોરોનાને મહાત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે 49 દર્દીઆેનું કોરોનામાં મોત નીપજ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 11,07,299 લોકોએ કોરોની રસી મુકાવી છે.