તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગતનો તાત ચિંતામાં:આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ નથી, હજુ અઠવાડિયા સુધી સંભાવના નથી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 8માંથી 5 તાલુકામાં નહેરના પાણીની સુવિધા પણ બોરસદ, આંકલાવ અને ખંભાતમાં અપૂરતી સુવિધાથી સિંચાઈના પાણીની ખેંચ
  • વરસાદી પાણી પર નિર્ભર 30 ટકા વિસ્તારોમાં વાવેતર નિષ્ફળ જવાની ભિતી
  • 10 દિવસમાં પૂરતો વરસાદ ન પડે તો ડાંગરને નુકસાન

આણંદ જિલ્લામાં જૂનના ત્રીજા અને ચોથા સપ્તાહમાં મેઘરાજા મહેર કરતાં ઉમરેઠ તાલુકાના બાદ કરતાં તમામ 7તાલુકામાં િસઝનનો 21 ટકા વરસાદ થયો હતો.જેથી ખેડૂતોએ ચોમાસુ પાકની તૈયારી આરંભી હતી. ડાંગરના ધરૂવાડિયા સહિત અન્ય પાકો રોપણી શરૂકરીહતી. પરંતુ છેલ્લા 8 દિવસથી મેઘરાજા વેકેશનના મૂડમાં જોવા મળતા વરસાદ ગાયબ થઇ ગયો છે. જેના કારણે જગતના તાતમાં ચિંતા વ્યાપી ગઇ છે.

હજુ પણ આણંદ જિલ્લામાં બોરસદ, આંકલાવ અને ખંભાત તાલુકાના 30 ટકા ગામોમાં કેનાલનો પુરતો લાભ મળતો નથી. તેઓ મુખ્યત્વે વરસાદી ખેતી પર નભતા હોવાથી ચિંતા વ્યાપી છે.હાલમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કોઇ સિસ્ટમ સક્રિય નથી.તેના કારણે આગામી સપ્તાહમાં વરસાદની કોઇ સંભાવના નથી. તેને લઇને ડાંગરની રોપણ કરનાર ખેડૂતો પાણીની સગવડને લઈ મુશ્કેલીમાં મુકાયા છે.

આણંદ જિલ્લામાં ચોમાસું બેઠાના શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરી દીધી છે. હજુ ગયા સપ્તાહે આણંદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 10,946 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ક્રમશઃ વધીને 36 ડિગ્રીઅે પહોંચી જતાં ઉનાળા જેવો અહેસાસ વર્તાતા ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે. જો કે, વાવેતરમાં આટલા મોટા પ્રમાણમાં વધારા પાછળનું મુખ્ય કારણ ગત શનિવારે ચરોતરના પ્રશાસને વણાકબોરી ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડ્યું છે.

જે ખરીફ પાકો માટે મોટા પ્રમાણમાં પાણીની આવશ્યકતા હોય છે. બીજી બાજુ આણંદ જિલ્લામાં આંકલાવ, બોરસદ તાલુકાના કાંઠાગાળા વિસ્તારો સહિત કુલ 30 ટકા જેટલા વિસ્તારોમાં સિંચાઈ માટે કેનાલો ઉપલબ્ધ નથી છે. અને જો હજી આગામી 10 દિવસ સુધી વરસાદ ન આવે તો પાણીના અભાવે ચોમાસાની ઋતુમાં ડાંગર જેવા પાકને ભારે નુકસાનની થાય તેવી શક્યતાઓ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ચોમાસુ વાવણી જિલ્લામાં 10,946 હજાર ઉપરાંત હેકટરમાં વાવણી થઇ ગઇ છે.

મહત્તમ તાપમાન 36 ડિગ્રી પર પહોંચ્યું
આણંદ કૃષિ યુિન.ના હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આણંદ શહેર સહિત સમગ્ર પંથકમાં અગામી 7 દિ’ દરમિયાન પંથકનું હવામાન આંશિક ભેજવાળું તથા ગરમ અને આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે તથા વરસાદની સંભાવના નથી. તેમજ મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 27 થી 28 ડિગ્રી ની વચ્ચે રહેશે. તેમજ હવામાં ભેજનું પ્રમાણ 36 થી 67 ટકાની વચ્ચે રહેવાની શક્યતાઓ છે. તેમજ પવનની સરેરાશ ઝડપ 10 થી 15 કિ.મી પ્રતિ કલાક અને પવનની દિશા મોટા ભાગે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.

કેનાલ પાણીથી ડાંગરના ધરૂવાડિયા પીળા પડી જાય
હાલમાં સારા વરસાદના પગલે ખેડૂતોએ ડાંગર ધરૂવાિડયા સહિત પાકની રોપણીકરી છે. પરંતુ વરસાદ ખેંચતા હાલમાં ડાંગર ધરૂવાડિયા સુકાઇ રહ્યાં છે. તેમાં કેનાલ પાણી આપવામાં આવેતો ધરૂવાડિયું પીડુ પડી જાવાની સંભાવના છે.જેથી ડાંગરના પાકનો ઉતારો ઓછો ઉતરે તેમ છે. - બાબુભાઇ પરમાર, બેડવા

પુરતા ભેજમાં વાવેતર કરવું જોઇએ પાક નિષ્ફળ ન જાય
આણંદ જિલ્લામાં હાલમાં વરસાદ ખેંચાય તો કોઇ સમસ્યા ઉભી થાય તેમ નથી.માત્ર ધરૂવાડિયાનું વાવેતર થયું છે. જેથી તેને નિયમિત પાણીનો બચત થાય તે રીતે પાણીનો છંટકાવ કરવો જોઇએ. છેવાડો વિસ્તારમાં પાણી વ્યવસ્થા ઓછી ત્યાં વરસાદ આવે ત્યારે ડાંગર સહિતના પાકની રોપણી કરવી જોઇએ.જે ખેડૂતો ડાંગરની સહિત પાક રોપ્યા છે. ત્યારે તેમાં પુરતા પ્રમાણમાં ભેજ જળવાઇ રહે તેની તકેદારી રાખવામાં આવે તો પાક નિષ્ફળ જતો નથી. - ચિંતન પટેલ , ખેતીવાડી અધિકારી આણંદ

સિઝનનો 26.56%વરસાદ

તાલુકોસિઝનનોવરસાદટકાવારી
આણંદ468 મીમી55.71
આંકલાવ167 મીમી20.34
બોરસદ169 મીમી20.66
ખંભાત228 મીમી29.96
પેટલાદ169 મીમી20.86
સોજિત્રા218 મીમી30.33
તારાપુર139 મીમી20.68
ઉમરેઠ064 મીમી9.74
સરેરાશ203 મીમી26.56
અન્ય સમાચારો પણ છે...