તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોએ ખેલ પાડ્યો:લાંભવેલ રોડ પર રહેતા MGVCLના કર્મચારીના ઘરમાંથી 82 હજારની ચોરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર સાથે સાસરીમાં ગયો હતો : રાત્રીના સમયે તસ્કરોએ ખેલ પાડ્યો

આણંદ સ્થિત લાંભવેલ રોડ પર રહેતા એમજીવીસીએલમાં ફરજ બજાવતા જુનિયર આસીસ્ટન્ટ શનિવારે બપોરે ગોધરા પરિવાર સાથે સાસરીમાં ગયા હતા. એ સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 82 હજારની મત્તાની ચોરી કરી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લાંભવેલ રોડ સ્થિત શ્રીજી ચરણ સોસાયટીમાં નિશાંત હરિવદન પારેખ પરિવાર સાથે રહે છે. તેઓ એમજીવીસીએલમાં જુનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. શનિવારે બપોરે અઢી વાગ્યે તેમના પત્ની પિયરમાં હોય તેઓ માતા-પિતા સાથે ઘરને તાળું મારી ગોધરા સ્થિત સાસરીમાં જવા નીકળ્યા હતા. દરમિયાન, બીજી તરફ રવિવારે સવારે 11 વાગ્યે તેમના મોટા પપ્પા હરિકૃષ્ણ પારેખનો તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં ઘરનું તાળું તૂટેલું હોવાનું જણાવ્યું હતું.

જેને પગલે તેઓ તાબડતોડ આણંદ આવી પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ હાથ ધરી હતી. તસ્કરોએ ઘરમાંનો તમામ માલ-સામાન અસ્તવ્યસ્ત કરી, ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર, એક નંગ સોનાની બુટ્ટી, છ નંગ સોનાના પાટલા, રોકડા રૂપિયા 5500 મળી કુલ રૂપિયા 82500ની મત્તાની ચોરી કરી હતી. આ અંગેની જાણ તેમણે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને કરતાં પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે. છેલ્લાં કેટલાંય સમયથી આણંદ જિલ્લામાં ચોરીના સતત બનાવ બની રહ્યા હોય પોલીસ પેટ્રોલિંગ વધે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...