તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ઓડ પે સેન્ટર શાળામાં રૂપિયા 25 હજારની ચોરી, ખંભોળજ પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો

આણંદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

આણંદ પાસેના ઓડ ગામે આવેલા પ્રાથમિક પે સેન્ટર શાળામાં ઓરડાનો નકુચો તોડી અજાણ્યા શખ્સો રૂપિયા 25 હજારની કિંમતનું લેપટોપ ચોરી કરી જતાં ખંભોળજ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ તાલુકાના ઓડ ગામે અવસર પાર્ટી પ્લોટ નજીક કલ્પેશકુમાર રમેશચંદ્ર ઠક્કર પરિવાર સાથે રહે છે. તેઓ ઓડ પે સેન્ટર પ્રાથમિક કુમાર શાળામાં આચાર્ય તરીકે નવ વર્ષથી ફરજ બજાવે છે.

ગત 25 મી માર્ચના રોજ ઓડ પે સેન્ટર પ્રાથમિક કુમાર શાળાએ તેઓ ગયા ત્યારે તેમના ઓરડાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. જેને પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તપાસ કરતાં તેમનું રૂપિયા 25 હજારની કિંમતનું લેપટોપ ચોરાયું હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે તેમણે ખંભોળજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો