તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:તાઉ-તે વાવાઝોડા સમયે તૂટી ગયેલા પોણા બે લાખની કિંમતના વીજવાયરની ચોરી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ કિલોમીટર લાંબી વીજલાઈનના તારની ચોરી

તારાપુર પંથકમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાંના કારણે તુટી પડેલા વીજ વાયરોની તસ્કરોએ ચોરી ગયા છે.વીજ પાવર રાબેતા મુજબ કરવા ટીમો કામે લાગી છે ત્યારે આવી ઘટનાઓ બહાર આવી રહી છે.આ અંગે વીજ કંપનિંદવાર તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપી ગુનો નોંધાવ્યો છે.

તારાપુર તાલુકાના વાવાઝોડાના કારણે ઠેરઠેર વીજપોલ તુટી પડ્યા હતા.જિલ્લામાં આવેલ આ આફત તસ્કરો માટે અવસર બની રહી છે.વાવાઝોડા ને કારણે તૂટી પડેલ વાયરો ની તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.

તાઉ તે વાવાઝોડાએ સર્જેલ તારાજી ને લઈ ખોરવાઈ ગયેલ વીજ લાઈનો ના રિપેરીંગ માટે વીજ કંપનીની વિવિધ ટીમો કામે લાગી હતી. દરમિયાનમાં પેટ્રોલીંગ દરમિયાન ખંભાત રોડ, ઉટવાડા સાંઠ વચ્ચે આવેલી છ કિલોમીટર લાંબી લાઇનના વીજ વાયરો જોવા મળ્યા ન હતા.

આ ઉપરાંત ગોરાડ ચોકડીથી જીચકા વચ્ચે દોઢ કિલોમીટરના વીજ તાર, વલ્લી, વરસડા, કનેવાલ તળાવ આસપાસ વિસ્તારમાં પણ વીજ વાયરો જોવા મળ્યા ન હતા. જેની તપાસ દરમિયાન આ વીજ વાયરો રૂ. 1,68,712/-કોઇ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. આ અંગે તારાપુર પોલીસે દિલીપકુમાર વસૈયાની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...