ચોરી:ઈસણાવમાં બંધ મકાનમાંથી 97 હજારની મતાની ચોરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર મથુરા ફરવા ગયો અને તસ્કરો ઘરે આવ્યા
  • રોકડા​​​​​​​ 17 હજાર અને સોના-ચાંદીના દાગીના ગયા

સોિજત્રા તાલુકાના ઈસણાવમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા 97 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે પરિવાર સાથે મથુરા ફરવા માટે ગયા હતા અને એ સમયે ઘટના બની હતી. સોજિત્રા તાલુકાના ઈસણાવ સ્થિત પ્રાથમિક શાળા પાસે સ્નેહલકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ રહે છે. તેઓ ખેતીકામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારે તેઓ પરિવાર સાથે મથુરા ફરવા ગયા હતા.

દરમિયાન, સોમવારે સવારે તેમના પડોશી દ્વારા તેમના ઘરના તાળા તૂટ્યા હોવાની જાણ કરતાં જ તેઓ પ્રવાસ અધુરો મૂકી તાબડતોડ ઘરે આવી પહોંચ્યા હતા. ઘરમાં તપાસ કરતાં ઘરમાંનો તમામ માલ-સામાન અસ્તવ્યસ્ત હતો. તેમજ તસ્કરોએ ઘરના અંદરના દરવાજાનું તાળું તોડી તિજોરીનું તાળું તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 17 હજાર મળી કુલ રૂપિયા 97 હજારની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ સંદર્ભે તેમણે સોજિત્રા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...