આણંદ રેલ્વે સ્ટેશને આવેલી ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સીટ ઉપર સુતા મુસાફરની રૂપિયા 94 હજારની મત્તા ભરેલી બેગ ચાલુ ટ્રેને કોઈ ચોર ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
અમદાવાદ શહેરના વટવા વિસ્તારની જશોદા ચોકડી પર આસુતોષ અનિલભાઈ દુબે રહે છે. ગત સાતમી ફેબ્રુઆરીએ તેઓ વારાણસીથી અમદાવાદ આવવા માટે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નં. એસ-4 માં બેઠા હતા. તેમની સાથે તેમની પત્ની પુજા સહિતનો પરિવાર પણ હતો. રાત્રિનો તેઓ સુઈ ગયા હતા. દરમિયાન રાત્રે અઢી વાગ્યે આસુતોષભાઈ ઉઠ્યા હતા અને તેમણે જાેયું તો તેમના સામાનની પર્પલ રંગની બેગ જાેવામાં આવી નહોતી.
આ બેગમાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના અને અન્ય દસ્તાવેજ મળી કુલ રૂપિયા 94 હજારની મત્તા હતી. તરત જ પરિવારે ટ્રેનના ટીટીને જાણ કરી હતી. એટલે તેમણે અમદાવાદ પહોંચી આરપીએફ જવાનને પોતાની વિગતો જણાવી અરજી આપી હતી. તેમને ચોરીની જાણ આણંદ રેલ્વે સ્ટેશને થઈ હતી. જેને પગલે આણંદ રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદીને પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે અમદાવાદ- વડોદરા-આણંદ સુધી ધક્કા ખાવા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.