તસ્કરી:આશી ટેલિફોન એક્સચેન્જમાંથી 25 બેટરીઓની ચોરી

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગરના ઈસ્કોન મંદિર પાછળ અશ્વિનભાઈ વાઘેલા રહે છે. તેઓએ જણાવ્યું હતું કે, ગત 29મી જૂનથી લઈ 2જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન ટેલિફોન એક્સચેન્જના પાવર પ્લાન્ટની બારીની ગ્રીલ તોડી અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી રૂમમાંથી 600 એએચ બેટરી સેટના 24 સેલ તથા 400 એએચ બેટરી સેટના 1 સેલ મળી કુલ 25 સેલ જેની કિંમત 49 હજાર થાય છે તેની ચોરી કરી હતી. હાલમાં આ મામલે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...