તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિર પણ ના છોડ્યું:પેટલાદના સુંદરણામાં શિવમંદિરમાંથી જળધારા અને નાગ સહિત 2 લાખના મુદ્દામાલની ચોરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધર્મસ્થાનમાં પ્રવેશી તસ્કરોએ કરેલ ચોરી ને લઈ ગ્રામજનો આક્રોશીત

આણંદ જિલ્લામાં તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે.તસ્કરીના રોજબરોજના બનાવોએ નાગરિકોમાં પણ ભય અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.પેટલાદ તાલુકાના સુંદરણા ગામે આવેલા જાળેશ્વર મહાદેવમાં ઘુસેલા તસ્કરો મહાદેવજીની જલધારા અને ચાંદીનો નાગ રૂ.1.92 લાખ ચોરી ગયાં હતાં. આ વાત વાયુવેગે ગામમાં ફેલાઇ જતાં લોકો મંદિરે ઉમટી પડ્યાં હતાં અને તસ્કર પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી હતી.

સુંદરણા ગામે આવેલા જાળેશ્વર મહાદેવમાં 24મી ઓગષ્ટની રાત્રે તસ્કરો મંદિરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા. સામાન્ય દિવસોમાં મુખ્ય દરવાજા પર તાળુ મારવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસ નિમિત્તે તાળુ મારવામાં આવ્યું નહતું. આ તકનો લાભ લઇ ઘુસેલા તસ્કરો શિવલીંગની જળાધરીની ઉપરનું ચાંદીનું કવર આશરે પાંચ કિલો, શિવલીંગ ઉપર આવેલો ચાંદીનો નાગ આશરે એક કિલો મળી કુલ રૂ.1.92 લાખની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે મંદિરના પુજારી અજયગીરી હસમુખગીરી ગોસાઇએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...