આણંદ શહેરના ગંગાજલ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીના ઘરે ત્રાટકેલા તસ્કરો રૂ.39 હજારની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદની ગંગાજલ સોસાયટીમાં રહેતા સંજયકુમાર મકવાણાના પિતા જશભાઈ મકવાણા નિવૃત્ત પોલીસ કર્મચારી છે. 13મી નવેમ્બરના રોજ સંજયકુમારના માતા લત્તાબહેનને બહાર પ્રવાસમાં જવાનું હોવાથી તેમના પિતાજી જશભાઈ નાપાડ એકલા હોય જેથી તે દિવસે સાંજના ચાર વાગ્યાની આસપાસ આણંદ આવ્યાં હતાં અને ઘરના દરવાજાને તાળુ મારી પરિવાર સાથે નાપાડ ગયાં હતાં. દરમિયાનમાં 16મીના રોજ જાણવા મળ્યું હતું કે, ઘરમાં ચોરી થઇ છે. આથી, તુરંત આણંદ આવી ઘરે તપાસ કરતાં ઘરની તિજોરી તુટેલી હતી. ઘરનો બીજો સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો. તપાસ કરતાં બે નંગ લક્ષ્મીના ચાંદીના સિક્કા, ચાંદીના છડા, રોકડા રૂ.35 હજાર, તલવાર મળી કુલ રૂ.39,400ની મત્તા ચોરી ગયાં હતાં.આ અંગે શહેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.