તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ ઠક્કરવાડી સામે આવેલ જલારામ મર્કેટાઇલ કો.ઓપરેટીવ કેડીટ સોસાયટી આવેલ જેમાં તા.1/4/2021ના રોજ રાત્રીના ઓફીસના પાછળથી ઉપર ચઢી ઉપરના માળે આવેલ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી તીજોરી તથા લોકર તોડી લોકરમાં મુકેલ રૂ.1 લાખ 41 હજાર 408 રૂપિયાની ચોરી થયેલ જે બાબતે આણંદ ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આણંદ પી.આઈ.વાય.આર.ચૌહાણ અને ઇ.પો.ઇન્સ. પી.એ.જાદવ એલ.સી.બી, આણંદ તથા પો.સ.ઇ. આર.સી.નાગોલ તરફથી સ્ટાફના માણસોને અલગ અલગ ટીમો બનાવી સ્ટાફના માણસોને જરૂરી સુચનાઓ આપી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.શકમંદ વ્યક્તિઓ અને વાહનો ઉપર ચાંપતી નજર ગોઠવાઈ હતી.જે આધારે એલ.સી.બી.પી.આઈ. પી.એ.જાદવની આગેવાની હેઠળની એલ.સી.બી. આણંદની ટીમે ગુનાની સમગ્ર માહિતી એકઠી કરી ટેકનીકલ ઇન્ટેલીજન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી ખાનગી રાહે માહીતી મળી હતી કે આ ગુનામાં કરવામાં સફેદ આઈ-10 ગાડી GJ.05 પાર્કિંગની BZ.9255 નો ઉપયોગ થયો હતો.
મહત્વનું છે કે કો.ઓ.ક્રેડિટ સોસાયટી દ્વારા 1 લાખ 41 હજાર 408 ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે સમયે વધુ તપાસ કરતા ઓ.ક્રેડિટ સોસાયટી દ્વારા બીજા જ દિવસે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને નવું નિવેદન લખાવી આશરે 14 લાખ ઉપરાંતી ચોરી થયેલાની હકીકત જણાવી હતી.આણંદ પોલીસ દ્વારા ચોરી માટે તમામ સ્તરે વોચ ગોઠવી તપાસ આરંભી હતી.
ચોરીને પાંચ દિવસ વીતી ચુક્યા હતા તથા ચોરો પણ બિન્દાસ નવો ચોરીનો ખેલ પાડવાની ગોઠવણમાં જ હતા ત્યાં જ પોલીસ ને મળેલ બાતમી આધારિત ગાડી આણંદ શહેરમાં જોવા મળી હતી.આ ગાડીને રોકવા અને અટકાવવા માટે એલ.સી.બી. તથા આણંદ ટાઉન પોલીસના માણસોની પોલીસ ટીમો બનાવી ટ્રાફિક જામ કરી ભારે કોલાહલ વચ્ચે ગાડીને રોકી લેવામાં સફળ થયા હતા.
આ ગાડી માંથી (1) રાહુલ સોમાભાઇ ઠાકોર ઉ.વ.26 ધંધો રીક્ષા ડ્રાઇવર રહે.હાલ. સુરત, લસકાણા, બાપા સીતારામ મોલની સામે, ચાર નંબર, સુરત મુળ રહે. વિરમગામ (2) વૈભવ ઉર્ફે જાડીયો ઉમેદભાઈ નારાયણભાઈ, સાકરીયા ઉ.વ.32 ધંધો શેર બજાર હાલ રહે.કામરેજ, બી/45, શ્યમાનગર કામરેજ તા.કામરેજ જી.સુરત મુળ રહે. રાજકોટ ગામ, રામસમઢીયાળા તા.જી.રાજકોટ ઝડપાયા હતા.
આ ગાડીમાં ઝડતી તપાસ કરતા રોકડા રૂ.14 લાખ 24 હજાર 250 તથા લોખંડનો સળીયો તથા ત્રણ મોબાઇલ મળેલ જે બાબતે બન્ને મળી આવ્યા હતા.આ બાબતે શકમંદોને પુછતા કોઇ યોગ્ય અને સંતોષ કારક જવાબ આપેલ નહીં જેથી બન્નેને એલ.સી.બી. કયેરી લાવી ઘનિષ્ઠ અને સતત એકધારી પુછપરછ કરતા તેઓ બન્ને આરોપીઓ અગાઉ પણ 50 થી 60 ઘરફોડ ચોરીઓમાં સુરત તથા વડોદરામાં પકડાયેલ છે તેમજ જલારામ કેડીટ સોસાયટીમાં પણ પોતે રેકી કરી ચોરી કરેલાની કબુલાત કરેલ કરી હતી.
મહત્વનું છે કે આરોપીઓએ કરેલ ગુનાઓની કબુલાત મુજબ સુરત શહેરના કાપોદ્રા, વરાછા, ઉમરા, સલાબતપુરા, સરથાણા વિસ્તારમાં સને-2016 થી 2019 સુધી અંદાજે 25 ચોરીઓ અને વર્ષ 2019 થી 2020 માં વડોદરા શહેરમાં 6 ચોરીઓની કબુલાત કરી છે.
બંધ ઓફિસોને જ નિશાન બનાવતા હતા
બંને શખ્સો સુરતમાં એકસાથે જ રહે છે. વૈભવ પરણિત છે, જ્યારે રાહુલ અપરણિત છે. તેઓ રીઢા ગુનેગાર છે અને તેઓ ખાસ તો બંધ ઓફિસોને જ નિશાન બનાવતા હતા. ઘરને પણ જો બંધ હોય તો જ નિશાન બનાવે અન્યથા ચોરી કરવાનું ટાળતા હતા.
ચોરીના દસથી વધુ ગુનામાં ઝડપાયેલા છે
બંને શખ્સોની સઘન પૂછપરછમાં બંને શખ્સો વિરૂદ્ધ કાપોદ્રા, વરાછા, સરથાણા, સુરતા, વડોદરા સહિત દસથી વધુ ગુના નોંધાયેલા છે. સુરતમાં વર્ષ 2016થી 2019 દરમિયાન તેમના વિરૂદ્ધ 25 ચોરીઓ તથા વર્ષ 2019થી 2020 દરમિયાન કુલ છ ચોરીઓ નોંધાયેલી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.