તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજાણ્યા યુવકની હત્યા:નાપાડ-વાંટા હત્યાના બનાવમાં યુવકની ઓળખ હજુ થઈ નથી

આણંદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદ પાસેના નાપાડ-વાંટા સ્થિત મોટી કેનાલમાંથી પાંચ દિવસ અગાઉ અજાણ્યા યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આણંદ ગ્રામ્ય પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ અંગે વાત કરતાં આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિલેષ રામીએ જણાવ્યું હતું કે, નાપાડ વાંટા ગામ સ્થિત સુલતાનપુરા મોટી કેનાલમાંથી ગત 31મીના રોજ સાંજના સમયે મળી આવેલા યુવકના હત્યા કેસમાં પોલીસ દ્વારા આસપાસના જિલ્લામાં જે ગુમ થયેલા યુવકો છે તેમની યાદી મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ સિવાય, સોશ્યલ મીડિયા પર પણ સતત અપડેટ કરી યુવકના વાલી-વારસની શોધખોળ હાથ ધરાઈ છે. આ ઉપરાંત, શહેર અને ગામડાઓમાં તેના ફોટા સાથેના પોસ્ટર ચોંટાડી તેની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો