તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Young Woman From Khambhat Went Against The Family And Got Married, The Lover Betrayed The Middle aged Man And Got Married

ચેતવણીરૂપ કિસ્સો:ખંભાતની યુવતીએ પરિવારની વિરૂધ્ધ જઈ પ્રેમલગ્ન કર્યાં, પ્રેમીએ દગો કરતા આધેડને પરણવુ પડ્યું, આધેડ પણ અસહ્ય ત્રાસ ગુજારવા લાગ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ અને સાસરિયાના અસહ્ય ત્રાસથી ત્રસ્ત યુવતીને, બે સંતાનની માતા બન્યા બાદ પણ પતિ ક્યાંય જવા દેતો નહતો
  • ભાઈને રાખડી બાંધવા જવા માટે પણ શંકાશીલ પતિ આનાકાની કરતા મામલો બીચકયો અભયમ્ દ્વારા પતિનું કાઉન્સેલીંગ કરાયું

પ્રેમમાં અંધ યુવતીઓને ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. પ્રેમની શરૂઆતમાં પ્રેમીની વાતોમાં ફસાતી યુવતીઓ લાગણીવશ પોતાના પરિવારજનોને પણ છોડી પ્રેમી સાથે ઘર માંડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં આવા લગ્નો સફળ થતા હોય છે જ્યારે બહુધા કિસ્સાઓમાં પ્રેમીની લંપટતા ખુલ્લી પડી જતી હોય છે. ખંભાત ખાતે રહેતી યુવતીએ ચારેક વર્ષ પહેલા તેની 18 વર્ષની જ ઉંમરે ગામના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. યુવકે તેને તરછોડી દેતાં 50 વર્ષિય આધેડ સાથે લગ્ન કરવા પડ્યાં હતાં. પરંતુ આધેડ શંકાશીલ હોવાથી તેને અસહ્ય ત્રાસ આપતો હતો. આ લગ્ન જીવનમાં બે સંતાનોનો જન્મ પણ થયો હતો. પરંતુ પતિ અને સાસુ તેને ક્યાંક જવા દેતાં નહતાં. તાજેતરમાં રક્ષાબંધનમાં પિયર જવાનું નિમંત્રણ મળ્યું હતું. છતાં મોકલતા ન હોવાથી આખરે અભયમનું શરણું લીધું હતું.

એકલી પડેલી યુવતી આશરો શોધવા લાગી

ખંભાતમાં ચારેક વર્ષ પહેલા મુગ્ધાઅવસ્થામાં જ પ્રવેશેલી યુવતીએ ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. બન્ને અમદાવાદ ગયાં હતાં. જોકે, એક જ સપ્તાહ બાદ તેનો પ્રેમી તરછોડી ભાગી ગયો હતો. જેના કારણે એકલી પડેલી યુવતી આશરો શોધતી હતી. દરમિયાન ઠાસરાના એક કાર ચાલકની નજર તેના પર પડી હતી અને તેણે આશરો આપ્યો હતો.

આધેડ સાથે લગ્ન કરવાની સલાહ આપી

આ આશરા દરમિયાન તેણે યુવતીને ગામના જ 50 વર્ષના આધેડ સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. જેથી તેને કાયમી આશરો મળી જાય. ઘરેથી ભાગીને લગ્ન કર્યાં હોવાથી પિયર જતા પણ ડરતી યુવતીએ આખરે આ સલાહ માની ઠાસરાના 50 વર્ષના આધેડ સાથે લગ્ન કરી લીધાં હતાં. આ લગ્નજીવન પણ દોજખ સાબિત થયું હતું. શંકાશીલ પતિ અને તેની માતા યુવતીને વારંવાર ત્રાસ આપતાં હતાં.

બે સંતાનોના જન્મ બાદ પણ કોઇ પરિવર્તન ન આવ્યું

લગ્ન જીવન દરમિયાન તેને બે સંતાનોનો જન્મ પણ થયો હતો. પરંતુ સાસરિયાના વર્તનમાં કોઇ ફર્ક પડ્યો હતો. આ મામલાની જાણ ખંભાતમાં પિયરીયાને થતાં તેઓનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું અને તેમણે યુવતીને સંપર્ક કરી બધુ થાળે પાડવા કોશીષ શરૂ કરી હતી. હજુ અવર જવર શરૂ જ થઈ હતી, પરંતુ તે સાસરિયાઓની પસંદ નહતું. તાજેતરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે યુવતીને પિયર બોલાવી ભાઈને રાખડી બાંધવા નિમંત્રણ આપ્યું હતું. પરંતુ શંકાશીલ પતિએ તેને જવાની ના પાડી હતી. આ ઉપરાંત મારઝુડ પણ કરી હતી.

આખરે આ અંગે 181 અભયમને જાણ કરતાં કાઉન્સેલર રીટાબહેન ભગત સહિતની ટીમ ઠાસરા પહોંચી હતી અને કાઉન્સેલીંગ કર્યું હતું. આ ઉપરાંત તેના પતિને કાયદાકીય ભાષામાં જણાવતા તેઓ ઠંડા પડી ગયા હતા અને યુવતીને રાખડી બાંધવા પિયર જવા દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...