દોડધામ:આણંદથી લદાખ ફરવા ગયેલો યુવક કોરોના લઇ પરત આવ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7 કોરોના કેસ તંત્રના ચોપડે નોંધાયા

સતત ત્રીજા દિવસે આણંદ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ 7 કેસથી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને એલર્ટ રહેવાની સૂચનાઓ આપવામા આવી હતી. છતાંય આણંદ નગર પાલિકા વિસ્તારમાંથી ઉનાળાની ગરમીમાં એક યુવાન લદાખ ફરવા ગયેલ હોવાથી કોરોના સંક્રમિત થતા શુક્રવારે વધુ એક કેસ નોંધાયો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં કાબુમાં આવી ગયેલો કોરોના ફરી બેકાબૂ બને તેવા ચિંતાજનક એંધાણ વર્તાઇ રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાએ ફરી દેખા દીધી છે અને શુક્રવારે વધુ એક કેસ સાથે કુલ સાત કેસ પરથી આરોગ્યતંત્ર સાવધ બની ગયું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ 7 કેસમાંથી ચાર કોરોના હિસ્ટ્રી આઉટ સ્ટેટ ટ્રાવેલ્સની નથી.

તેમ છતાં શુક્રવારે આણંદ શહેરમાં નોંધાયેલા એક કેસમાં 40 વર્ષીય યુવક ઉનાળામાં ગરમીમા લદાખ ફરવા ગયા હોવાથી ઘરે પરત આવીને કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેને સારવાર અાપવામા આવી રહેલ છે. આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...