તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીની પોલીસ સમક્ષ કબુલાત:બેનના મૃત્યુ બાદ શું ઉખાડી લીધું કહેતાં યુવકે રૂમાલથી ગળું ઘોંટ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર હત્યામાં આરોપીની પોલીસ સમક્ષ કબુલાત

તારાપુર તાલુકાના આદરૂજ સીમમાં રવિવારે રાત્રે ભોળા દેવીપૂજકની હત્યા બાબતે આરોપી અંબુભાઈ દેવીપૂજકે આખરે પોલીસ સમક્ષ કબુલાત કરી લીધી છે. જેમાં દસ વર્ષ અગાઉ બહેનના સળગી જવાના આકસ્મિક મોત બાબતે તમારા ફળીયાવાળાએ શું ઉખાડી લીધું તેમ કહેતાં જ આરોપી અંબુ દેવીપૂજકે તેનું ગળું રૂમાલથી દબાવી મોતને ઘાટ ઉતારી લીધો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.

આ અંગે વાત કરતાં પીઆઈ આર.એન. વિરાણીએ જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ આરોપી યુવકની બહેનના લગ્ન બાદ તેનું સળગી જવાથી મોત નીપજ્યું હતું. એ પછી તેના ફળીયાવાળા તેને મ્હેણાંટોળાં મારતા હતા. મૃતક તેનો મિત્ર હતો. જોકે, તેણે પણ રાત્રિના જ્યારે તેઓ આંબાના ઝાડ નીચે બેસવા ગયા ત્યારે આ બાબતે મ્હેણાંટોળાં મારતાં તે ઉશ્કેરાયો હતો. તેમની સાથે ઝપાઝપી થઈ હતી અને તેણે તેના રૂમાલથી તેનું ગળું ઘોંટી દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. એ પછી તેના મૃતદેહને સંતાડવા માટે તે ઢસડીને દૂર ઝાંડી-ઝાંખરામાં લઈ જતો હતો. એ વખતે તેનું પેન્ટ ઉતરી ગયું હતું. અને તે શખ્સ ઝાંડી ઝાંખરા તેના પર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે.

અન્ય સમાચારો પણ છે...