• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Young Man Of Thasra Broke Off The Engagement Of The Girl Of Boriyavi, Saying 'If You Do Not Kill Me, Then No One Will Die'.

એકતરફી પ્રેમમાં પાગલ યુવકની કરતૂત:ઠાસરાના યુવકે બોરીયાવીની યુવતીની સગાઈ તોડાવી નાખી, કહ્યું- 'તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં'

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરીયાવીની યુવતીને ઠાસરાના યુવક સાથેનો મૈત્રી પરિચય અને ઓનલાઈન ચેટિંગની આદત ભારે પડી છે.ઠાસરાના યુવકે બોરિયાવીની યુવતી સાથે ઓળખાણ કર્યા બાદ તેના વિષે સાસરિયામાં ચઢવણી કરી હતી. જેના કારણે યુવતીની સગાઇ તુટી ગઈ હતી. આ ઉપરાંત યુવકે મોબાઇલ પર અપશબ્દ કહેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આણંદના બોરિયાવી ગામે રહેતી 24 વર્ષિય યુવતી તેના મામાના ઘરે અવાર નવાર ઠાસરાના બાધરપુરા ગામે આવતી જતી હતી. આ સમય દરમિયાન શિવમ વિક્રમ ચૌહાણ (રહે.બાધપુરા) સાથે પરિચય થયો હતો. તેઓ છેલ્લા ચારેક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતાં. દરમિયાનમાં 1લી મે,22ના રોજ યુવતીની કણજરી ગામે સગાઇ થઇ હતી. જેની જાણ શિવમને થતાં તે સાસરિમાં પહોંચ્યો હતો અને યુવતીનો સંબંધ તેની સાથે હોવાની વાત કરી હતી.

આથી, યુવતીના નણંદે 2જી નવેમ્બર,22ના રોજ ફોન કરી શિવમ સાથે સંબંધ હોવા અંગે પુછપરછ કરી સગાઇ તોડી નાંખ્યો હતો. આથી, યુવતીએ શિવમને ફોન કરી જણાવ્યું હતું કે, મારે તારી સાથે કોઇ સંબંધ નથી. તો તું મારી જીંદગી શું કામ બગાડે છે ? જોકે, શિવમે તું મારી નહીં થાય તો બીજા કોઇની નહીં થવા દઉં. જ્યાં પણ તારો સંબંધ થશે ત્યાં હું તોડાવી નાંખીશ. તેમ કહી અપશબ્દ બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે આ અંગે યુવતીએ આણંદ ગ્રામ્ય પોલીસને ફરિયાદ કરતાં પોલીસે શિવમ વિક્રમ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...