કામગીરી:આણંદમાં અગાઉ તૂટી પડેલા બ્રિજના ભાગની કામગીરી પૂર્ણ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ રોડના દબાણો હટાવી 1 માસમાં તૈયાર કરી દેવાશે
  • ઓવરબ્રિજ નીચે પાણીની લાઇન લીકેજ થવાથી બ્રિજ ધરાશઇ થયો હતો

આણંદ બોરસદ ચોકડી ઓવરબ્રિજ નીચે પાઇપ લાઇન તુટી જવાથી ધરાશઇ થઇ ગયો હતો. ત્યારે પાણીની પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી દાંડી વિભાગે ઓવરબ્રિજની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. જો કે ધરાશય થઇ ગયેલ ભાગની કામગીરી પૂર્ણ થતાંની સાથે રંગરોગાન,સ્ટ્રીટ લાઇટોની કામગીરી 85 ટકા પૂર્ણ થતાં હવે એક માસમાં ઓવરબ્રિજ તૈયાર કરી દેવામાં આવશે તેમ દાંડીવિભાગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું

પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ ચોકડી ટ્રાફિક નિવારણ માટે દાંડી વિભાગ દ્વારા ફલાઇ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જો કે સોજીત્રા રોડ ,જીટોડિયા રોડ તરફ અને કલકેટર કચેરીને જોડતા રોડ પર ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ લોટિયા ભાગોળ તરફ ઓવરબ્રિજ નીચે પાણીની પાઇપ લીકેઝ થવાથી ઓવરબ્રિજ ધરાશઇ થઇ ગયો હતો.

આ અંગે દાંડી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આર.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલમાં લોટિયા ભાગોળ તરફ પસાર થતાં ઓવરબ્રિજની કામગીરીના ભાગરૂપે ધરાશય થઇ ગયેલા ભાગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. તેમજ નવી લાઇટો મુકી દેવામાં આવી છે.જેની મેન્ટેન્સની કામગીરી આણંદ નગરપાલિકા હસ્તક રહેશે. તેમજ પાણીની પાઇપ લાઇન કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી સર્વિસ રોડ પર દબાણો હટાવીને ઓવરબ્રિજ એક માસ તૈયાર કરી દેવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...