કામગીરી:બોરસદ ચોકડી પાસે 2કરોડના ખર્ચે પાણીની પાઇપ નાંખવાનું કામ શરૂ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 દિવસ બાદ કામગીરી પૂર્ણ થતાં પાણી પૂરતા પ્રેશરથી મળશે

આણંદ બોરસદ ચોકડી ઓવરબ્રિજ નીચે પાણીની પાઇપ લાઇન તૂટી ગઇ હોવાથી દોઢ માસથી લોટિયા ભાગોળ, અમીન ઓટો વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પીવાના પાણીની ફરિયાદો ઉઠી છે. ત્યારે કલકત્તાથી રૂા 2 કરોડના ખર્ચે મંગાવેલી પાણીની પાઇપ લાઇનો આવી જતાં આણંદ નગર પાલિકાએ લોટેશ્વર મહાદેવ પાસે થઇને પાઇપ લાઇન નાંખવાની કામગીરીનો આરંભ કર્યો છે.

જે કામ 20 દિવસમાં પૂર્ણ થતાની સાથે સમગ્ર વિસ્તારમાં પુરતા પ્રેશરે પાણી મળી રહેવાથી સમસ્યાઓનો કાયમી ધોરણે અંત આવી જશે. અને ટેન્કરથી પાણી ભરવામાંથી મુક્તિ મળશે તેમ આણંદ પાલિકાના વોટર વર્કસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ પાલિકાના વોટરવર્કસ વિભાગના ચેરમેન સુમિત્રાબેન પઢિયારે જણાવ્યું હતું કે બોરસદ ચોકડી દાંડી વિભાગની ભૂલના કારણે આણંદ નગરપાલિકાની ઉમાભવનની પાણીની પાઇપ લાઇન તૂટી ગઇ હતી. જેના થકી અમૂલ ડેરી રોડ, ડો કુરિયન માર્ગ, બોરસદચોકડી, સહિત અન્ય વિસ્તારોમાં વર્ષોથી પૂરતા પ્રેશરે પાણી વિતરણ કરવામાં આવતું હતું. જો કે પાણીની નવી પાઇપ લાઇન ગુરૂવારે આવી ગઇ છે. તેથી ખોદકામ કરીને 20 દિવસમાં પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ કરી દેવાતાં જુદા જુદા વિસ્તારના શહેરીજનોને પીવાના પાણીની પડતી સમસ્યાઓનો અંત આવી જશે.

અન્ય સમાચારો પણ છે...