તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદેસરની કાર્યવાહી:કોઠીયાખાડમાં અકસ્માત બાબતે ઝઘડો કરી મહિલાને લાફો માર્યો

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પોલીસેે 3 વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બોરસદ તાલુકાના કોઠીયાખાડ ગામે અકસ્માતના ખર્ચ બાબતે ઝઘડો કરી દલિત મહિલાને લાફો માર્યો હતો. ઉમલાવ ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતા નીરુબેન રોહિતનો પુત્ર દીક્ષીતભાઈ વાલવોડ ખાતે આવેલા વોટર પાર્કમાં નોકરી કરે છે.ગત 18મી જાન્યુઆરીના રોજ દીક્ષીત દુધ લઈને બાઈક પર વડોદરા જતો હતો. ત્યારે કીંખલોડ ચોકડી પાસે ટેમ્પોની ટક્કર લાગતા બાઈક સવાર દીક્ષીતને ઈજાઓ થઈ હતી. જેથી ટેમ્પોના માલિક ભીખાભાઈ પઢીયારે દીક્ષીતને સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારે દીક્ષીતભાઈને જણાવ્યું હતું કે, તમે ફરિયાદ કરશો નહી સારવારના પૈસા હું આપીશ તેમ જણાવતા ભીખાભાઈએ કોઈ ફરિયાદ કરેલી નહી. ત્યારબાદ દીક્ષીતને ડોક્ટરે ઓપરેશન કરાવાનું જણાવેલ જેથી તેઓ નીરુબેન કોઠીયાખાડ ગામે ભીખાભાઈના ઘરે ગયા હતાં. અને દીક્ષીતને દવા કરાવી તેના પૈસા દવાખાનામાં આપી દીધા છે.

અને હવે અમારી કોઈ જવાબદારી રહેતી નથી તેમ કહી અપશબ્દો બોલી સંજય વકીલ નામની વ્યક્તિએ થાય તે કરી લે તેમ જણાવ્યું હતું તેમજ મંજુલાબેને જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી લાફો મારી જાતિ અપમાન કર્યું હતું. આ અંગે ભાદરણ પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો