ટાઢોળું:ચરોતરમાં 6.8 કિમી ઝડપે પવન ફુંકાતા ટાઢોળું ફરી વળ્યું

આણંદ,નડીઆદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સપ્તાહ સુધી પવનની ગતિ 6 થી 10 કિમી રહેવાની વકી

ચરોતરમાં આજે લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો હતો. શુક્રવારના 12.08 ડિગ્રીની સામે શનિવારે 13.05 ડિગ્રી નોંધાયું હતુ. પરંતુ પવનની ગતિ 6.8 કિમીની રહેતા દિવસ દરમિયાન ટાઢોળું ફરી વળ્યું હતું. આણંદ કૃષિ હવામાન વિભાગના ડો.મનોજ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ સુધી 6 થી 10 કિમીની ઝડપે પવન ફુંકાશે. લઘુત્તમ 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેશે. દિવસ દરમિયાન સુકા પવનો ફુંકાતા ઠંડીનું જોર યથાવત રહેશે. શુક્રવારના રોજ લઘુત્તમ 13.05 અને મહત્તમ તાપમાન 25.05 ડિગ્રી નોધાયું છે.ભેજનું પ્રમાણ 40 ટકા નોંધાયું છે.

આગામી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે. કૃષિ તજજ્ઞોના જણાવ્યા અનુસાર શાકભાજી સહિતના પાકમાં જીવાતોનો ઉપદ્રવ ના વધે તેની ખેડૂતોએ તકેદારી રાખવાની રહેશે, સતત નિરીક્ષણ કરીને જીવાતો જણાય તો તેની દવાનો છંટકાવ કરવો જોઇએ. તમાકુના પાકમાં નિંદામણ દૂર કરવા ખેડૂતોને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...