તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય:ગેસ્ટ હાઉસમાં પતિ સાથે આવેલી પત્ની રહસ્યમય સંજોગોમાં ગુમ

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડા બાબતે વાતચીત કરવા વાસદ ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા

મૂળ વડોદરાનું દંપતી અગાઉ થયેલા ઝઘડાની વાતચીત કરવા વાસદ ગેસ્ટ હાઉસમાં આવ્યા બાદ ગેસ્ટ હાઉસમાંથી પત્ની ગુમ થતાં પતિએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પીએસઆઈ પી. જે. પરમારે જણાવ્યું હતું કે, વડોદરાના ડભોઈ રોડ સ્થિત કેલનપુર ખાતે આવેલી ક્રિષ્નાસીટીમાં મનોજભાઈ શર્મા પત્ની પ્રેમિલા સાથે રહે છે. બંને જણાં ગત 24મીઅે વાસદના એક ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા. દરમિયાન, પતિ મનોજ ન્હાવા ગયો હતો. એ સમયે તેણી અચાનક ગુમ થઈ ગઈ હતી. આ અંગે તપાસ બાદ તેનો કોઈ પત્તો ન લાગતા તેણે વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, પોલીસની પૂછપરછમાં પતિએ જણાવ્યું હતું કે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. જેની વાતચીત કરવા તેઓ વાસદની હોટલમાં આવ્યા હતા.

તપાસ અધિકારીનો ઢાંક પીછોડાનો પ્રયાસ
સમગ્ર ઘટનાની તપાસ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિક્રમ ભરવાડ કરી રહ્યા છે. જોકે, આ મામલે જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે સમગ્ર હકીકત પર ઢાંકપીછોડાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે લગ્નનો સમયગાળો કેટલો છે, કેટલાં વખતથી તેમની વચ્ચે ઝઘડા ચાલતા હતા તથા હાલમાં પરણિતા ક્યાં છે તે બાબતે રહસ્ય છે.

અન્ય સમાચારો પણ છે...