કાર્યવાહી:તોલમાપ વિભાગે તારાપુર-પેટલાદમાં 7 હજાર દંડ ફટકાર્યો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તારાપુર હાઈવે રોડ પર આવેલી હોટલના સંચાલકો ધ્વારા કોરોના કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રાહકોને પાસે ઉધાડી લૂંટ ચલાવવા વધુ ભાવ લઈને વસ્તુઓનુ વેચાણ કરતા હોવાની બૂમો ઉઠવા પામી હતી.ત્યારે આણંદ જીલ્લા તોલમાપ વિભાગે ટીમો બનાવી તારાપુર સહિત પેટલાદમાં હોટલો સહિત અન્ય એકમોમાં દરોડા પાડવામાં આવતા ચાર કેસ કરી રૂા. 7 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો.

આણંદ જીલ્લા તોલમાપ અધિકારી પટેલે જણાવેલ કે તારાપુર હાઈવે રોડ પર આવેલ હોટલના સંચાલકો ધ્વારા ગ્રાહકો પાસેથી વસ્તુના વેચાણ બદલ ભાવ બદલે વધુ નાંણા લઇને લુંટ ચલાવવામાં આવતી હતી. આણંદ જીલ્લા તોલમાપ વિભાગ દ્વારા બે ટીમો બનાવી તારાપુર સહિત પેટલાદમાં 15 જેટલા એકમોમાં ચેકીંગ કર્યુ હતુ. જેમાં તારાપુરમાં હોટલના સંચાલક ધ્વારા વસ્તના વેચાણ કરવામાં આવવા બદલ એક કેસ અને પેટલાદમાં તોલ માપ વિભાગનું લાયસન્સ નહીં હોવા છતાં તોલમાપના સાધનોનું વેચાણ કરતાં 3 જેટલા એકમ ધારકો સામે કેસ કરી નોટીસ ફટકારવામાં આવી હતી.ત્યારબાદ અધિનિયમ હેઠળ રૂા, 7 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...