આક્ષેપ:જોળમાં સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ ગ્રામજનોએ ઉજાગર કર્યું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થળે ગયેલી ટીમ પર કૌભાંડને છાવરવાનો આક્ષેપ - Divya Bhaskar
સ્થળે ગયેલી ટીમ પર કૌભાંડને છાવરવાનો આક્ષેપ
  • ગામના 60 ટકા કાર્ડધારકોને અનાજ વિતરણ થતું ન હોવા છતાં 100 ટકા અનાજ વિતરણની નોંધનો આક્ષેપ

આણંદ તાલુકાના જોળ ગામે પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારમાંથી શનિવારે સવારે એક કારમાં સરકારી અનાજ અન્ય કોથળીઓમાં ભરીને સગેવગે કરવામાં આવતું હતું ત્યારે ગ્રામજનોએ ગોડાઉન પાસે વોચ રાખીને ગોડાઉનમાંથી અનાજ ભરેલી કાર નીકળતાં તેનો પીછો કરીને કરમસદ પાસે વિદ્યાનગર પોલીસના હાથે સરકારી અનાજ પકડાવી દીધું હતું. આખરે નાયબ મામલતદાર બી.એમ.પરમારની ટીમ જોળ દોડી ગઇ હતી અને આ સરકારી અનાજ નથી એમ કહી દુકાનદારને છાવરવાનો પ્રયાસ કરતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...