લૂંટારું ટોળકી ત્રાટકી:ગ્રામજનોએ ચડ્ડી બનિયાનધારી ગેંગને પડકારતાં કાર લઈ ભાગી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદના સમરડા ગામની ઘટના
  • દૂધ લેવા નીકળેલા માજી સરપંચ અને દુકાનદારે ઇંટોના ટુકડા માર્યાં

પેટલાદ તાલુકાના સીમરડા ગામે એસબીઆઈ બેન્કની સામે 45 વર્ષીય સુરેશભાઈ દલાભાઈ રોહિત ઘર નજીક જ ચામુંડા જનરલ સ્ટોરની દુકાન ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. ગુરુવારે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં એક કાર સુરેશભાઈની દુકાન આગળ આવીને ઉભી રહી હતી અને તેમાંથી છ જેટલા બુકાનીધારી માણસો હાથમાં મારક હથિયારો સાથે ઉતર્યા હતા. દુકાન આગળ આવીને તાળા તોડવાની શરૂઆત કરી હતી. પરંતુ નજીકમાં જ સુઈ રહેલા સુરેશભાઈ રોહિત જાગી ગયા હતા. ચોરી કરવા આવેલા શખ્સો એકથી વધુ હોવાથી દબાતા પગલે પોતાના ઘર નજીક જતા રહ્યા હતા.

દરમિયાન ચાર વાગ્યાની આજુબાજુના સમયમાં ગામના માજી સરપંચ દિનેશભાઈ ત્રિકમભાઈ ઠાકોર પેટલાદ અેપીઅેમસીમાં શાકભાજી લેવા જતા હતા. સુરેશભાઈએ તેઓને ઈશારાથી ઊભા રાખીને સમગ્ર હકીકત જણાવી હતી. હિન્દી ભાષામાં વાત કરતા શખ્સો દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરતા હતા. જેથી સુરેશભાઈ અને માજી સરપંચ દિનેશભાઈ ત્યાંથી થોડે દૂર જતા રહ્યા હતા.

અને તાળા તોડવાનો પ્રયાસ કરતા શખ્સો ઉપર છુટા ઈંટોના ટુકડા ફેંકતાં ચોરી કરવા આવેલા શખ્સો પોતાનુ વાહન લઈને ભાગી છુટ્યા હતા. બીજી તરફ સુરેશભાઈએ પેટલાદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા જ પોલીસ આવી પહોંચી હતી. પોલીસે છ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...