આણંદ શહેરમાં ટૂંકી ગલી સહિત વિવિધ વિસ્તારમાં ફેરિયાઓ વેપાર ધંધા માટે લારી પાંથરણા લઇને બેસી જાય છે.જેના કારણે શહેરના જૂના બસ સ્ટેશન, ટૂંકી ગલી, સ્ટેશન રોડ ,અમૂલ ડેરી રોડ, વહેરાઇ માતા વિસ્તાર ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવ રૂપ છેલ્લા બે દાયકાથી બની ગઇ છે. જો કે આ સમસ્યાના નિવારણ માટે 8 વર્ષ અગાઉ શહેરમાં સ્ટ્રીટ વેન્ડર યોજના અમલમાં મુકી હતી.
જેમાં શહેર તંત્ર દ્વારા 2450 જેટલા વેન્ડીંગ કાર્ડ ઇશ્યૂ જે તે વખતે કરવામાં આવ્યાં હતા. તેઓની માટે શહેરમાં 22 વધુ જગ્યાએ વેન્ડીંગ ઝોન બનાવવા માટે 20 જેટલી જગ્યાએ પસંદ કરીને રાજય સરકારને મોકલી આપ્યો હતો જે આજદિન સુધી મંજૂર થયો નથી. જયારે 2018માં જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઇને દબાણ હટાવવા માટે ઉપર સુધી રજૂઆત થઇ હતી.
જેથી જે તે વખતે પાલિકા જૂના બસ સ્ટેશનના પાછળના ભાગે પથિક આશ્રમને જોડતા રોડમાં વેન્ડીંગ ઝોન ઉભા કરીને ટુંકી ગલીમાં બેસાતા 65 જેટલા ફેરિયાઓને જગ્યા ફાળવી હતી. પરંતુ ત્યાં એક પણ દિવસ ફેરિયા બેઠા નહતા.આજે આ જગ્યા ફાળવેલ જગ્યા પર દુકાનના નંબર જોવા મળે છે.
આણંદ પાલિકામાં સ્ટ્રીટ વેન્ડીંગ યોજના માટેનો અલગ વિભાગ કાર્યરત છે. જેમાં જે-તે સમયે 2400થી વધુ નાના, મોટા લારી-ગલ્લ ાંધારકોની નોંધણી થવા પામી હતી. પરંતુ આ વિભાગને સ્ટ્રીટ વેન્ડરો માટેની કોઇ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. સૂત્રોનુસાર વર્ષ 2019-20માં સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન માટે રાજય સરકારની ટીમ દ્વારા શહેરમાં સર્વ હાથ ધરાયો હતો. જેમાં રેલ્વે સ્ટેશન, જૂના બસ સ્ટેન્ડની પાછળનો રોડ, બોરસદ ચોકડી, ગણેશ ચોકડી, વિદ્યાનગર રોડ સહિતના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે વધુમાં વધુ કેટલા લારી-ગલ્લાંને મંજૂરી આપી શકાય તે માટે સર્વ કરાયો હતો.
સરવેમાં શહેરના વિવિધ લોકેશનના પોકેટનો અહેવાલ તૈયાર કરીને તેને મંજૂરી માટે રાજય સરકારમાં મોકલાયો હતો. અહેવાલ મોકલ્યેને ૩ વર્ષનો સમય વીતવા છતાંયે હજી સુધી આણંદમાં વિવિધ લોકેશન ઉપર ઓળખકાર્ડ, માસિક ભાડા વસૂલાત સહિત નિયમોનુસાર કેટલા લારી-ગલ્લાંધારકોને ઉભા રહેવાની છૂટ આપવી તે અંગે સરકારે નિર્ણય જ જાહેર કર્યો નથી. આજે પણ 65 જગ્યા પર નંબર જોવા મળે છે. પરંતુ પાલિકાની બેદરકારીને આ વિસ્તારમાં સાફફાઇ કરી આપવામાં ન આવતાં આજદિન સુધી શરૂ થયો નથી.
પાલિકાઅે જગ્યા ફાળવ્યાં બાદ ગંદકીની સફાઈ ન થતાં વેન્ડીંગ ઝોન શરૂ ન થયું
આણંદ પાલિકાએ 2018માં બસ સ્ટેશન પાછળની જગ્યામાં લારીઓવાળાને માસિક રૂ. 1 હજાર ભાડુ તેમજ જગ્યાની આસપાસ સ્વચ્છતા સહિતના નિયમોના પાલન માટે તાકિદ કરવામાં આવી હતી. પરંતુ આ સ્થળે વર્ષોથી આસપાસના દુકાનદારો, ખાસ કરીને ફળોનો વેસ્ટેજ કચરો નાંખવામાં આવતો હતો. જે દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઇ નકકર કામગીરી જ કરવામાં આવી નહ તી. આથી એડવાન્સ માસિક ભાડુ ભરનાર વ્યવસાયિકો આ સ્થળે ગંદકી,કચરો ખડકાયેલો હોવાથી રોજગાર શરૂ કરી શકતા નહતા.ગયા હતા. બીજી તરફ પાલિકાએ પણ આ જગ્યા ફાળવણી અંગેનો ઠરાવ રદ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.