તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:દર્શનના બહાને આવેલું વડતાલનું દંપતી મંદિરમાંથી ચોરી કરતાં ઝડપાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરી કરતા ઝડપાયેલ દંપતી. - Divya Bhaskar
ચોરી કરતા ઝડપાયેલ દંપતી.
  • નાપા-તળપદના ખોડિયાર મંદિરમાં સવારે બનેલી ઘટના

બોરસદ તાલુકાના નાપા-તળપદ ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરે સોમવારે સવારે દર્શન કરવા આવેલા વડતાલના દંપત્તિએ મંદિરમાંથી રૂપિયા 25 હજારની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરી હતી. જે અંગેની જાણ સ્થાિનક રહીશોને થતાં જ તેમણે તુરંત જ તેમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. આ મામલે બોરસદ ગ્રામ્ય પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ તાલુકાના નાપા તળપદમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. સોમવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એક દંપત્તિ બાઈક લઈને મંદિરના દર્શન કરવા આવ્યું હતું. દરમિયાન, તેઓએ દર્શન કર્યા બાદ મંદિરનો આગળનો કઠેરો ખોલી અંદર પ્રવેશ્યા હતા અને માતાજીની મૂર્તિ પર લગાવેલું ચાંદીનું છત્તર ચોરી કરી લીધું હતું. તેને ચોરીને તેની પાસેની થેલીમાં મૂકી દઈ તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા હતા.

દરમિયાન, એ સમયે મંદિર પાસે નાળિયેર અને ઠંઠા પીણાની દુકાન ધરાવતા કનુભાઈ નાનજીભાઈ પરમારે જોયું હતું. બંને જણાં અજાણ્યા હોય અને તેમની હિલચાલ શંકાસ્પદ જણાતાં જ તેમણે તુરંત જ બુમરાણ મચાવી હતી. જેને પગલે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેમણે બંને જણને પકડી લીધા હતા અને માર માર્યો હતો. બંનેની પૂછપરછ કરતાં વડતાલના રહેવાસી હોવાનું અને તેઓ સુરેશ મણીલાલ વાઘેલા અને તેની પત્ની અરૂણા ઉર્ફે કપીલા હોવાનું ખૂલ્યું હતું. તેઓએ તેમને પકડી પાડી બંનેને પોલીસને હવાલે કરતાં પોલીસે કનુભાઈ પરમારની ફરિયાદના આધારે બંને વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બંનેના કોવિડ રિપોર્ટ બાદ મંગળવારે કોર્ટમાં રજૂ કરી તેઓ આ સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવા રિમાન્ડ મેળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...