ગુરૂનો સૂર્ય ભારે:બે વર્ષનું સૌથી ઉંચુ તાપમાન 43.02 ડિગ્રી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
4 દિવસ સુધી 42 ડિગ્રી આસપાસ પારો રહેવાની વકી - Divya Bhaskar
4 દિવસ સુધી 42 ડિગ્રી આસપાસ પારો રહેવાની વકી
  • ચરોતર પંથકમાં વહેલી સવારે 43.02 ડિગ્રી તાપમાન બપોરે વધીને 45 ડિગ્રી પહોંચી જતાં માર્ગો સુમસામ નજરે પડતાં હતા

ચરોતર છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી તાપમાન રહેતા હિટ વેવ જોવા મળ્યો હતો. જેના કારણે આણંદ નડિયાદ સહિત ચરોતરની જનતા ત્રાહીમામ પોકારી ગઇ હતી. જયારે બુધવારે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ તાપમાન 43.02 ડિગ્રી નોંધાયું હતું. જેથી આકાશમાં ગગન વિહાર કરતાં પક્ષીઓ ગરમીમાં ત્રસ્ત થઇને રોડ પર પટકાવવાના બનાવો બન્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી એક સપ્તાહ સુધી તાપમાન 40 થી 42 ડિગ્રી આસપાસ રહેશે. એકાદ દિવસ રેકોર્ડ બ્રેક ગરમી પડવાની સંભાવના છે.છેલ્લા 10 વર્ષના આંકડા પર નજર કરી તો મે માસના ત્રીજા અને ચોથા સપ્તાહમાં 42 ડિગ્રી કે તેથી વધુ ગરમી વરસે છે. છેલ્લે 28મી એપ્રિલ 2019માં 44.06 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 5 વખત 43 ડિગ્રી વધુ તાપમાન મે માસમાં નોંધાયું છે.

આણંદ નડિયાદ સહિત ચરોતર પંથકમાં આકાશમાંથી અગનગોળા વરસતા સીંગલ મારના મકાનો ભઠ્ઠીની જેમ માનવ તપતા જોવા મળ્યાં હતા. તો વળી લોકો ગરમીથી બચવા માટે લોકો લીંબુ શરબત,છાસ સહિત ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. તેમજ જિલ્લાના તમામ માર્ગો પર બપોરના 12-00 થી સાંજના 5-00 વાગ્યા સુધી વાહનોની ચહલપહલ ઘટી ગઇ હતી.જેના કારણે માર્ગો સુમસામ થઇ ગયા હતા. જયારે કેટલીક જગ્યા ડામર તપી જતાં ટુવ્હીલર ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

આણંદકૃષિ હવામાન વિભાગના હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આગામી એક સપ્તાહ સુધી ગરમીનું જોર વધુ રહેશે. તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે.પવનની દિશા બદલતા ગરમ પવનોનું જોર વધ્યું છે. હાલમાં ગુજરાતમાં કોઇ પ્રિમોનશુન સક્રિયા નથી. જેથી ગરમી પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

બુધવારે સવારે મહતમ તાપમાન 43.02 ડિગ્રી નોંધાયું છે. જયારે લઘુતમ તાપમાન 27.05 ડિગ્રી નોંધાયુ છે. જયારે ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 5.6 કિમીની નોંધાઇ છે. આગામી દિવસો પવનની ગતિ 7 થી 8 કિમીની રહેવાની સંભાવના છે.

તારીખતાપમાન
26/05/201241.05
22/05/201343
29/05/ 201443
18/05/201543.08
19/05/201644.07
14/04/201743.02
28/05/201844.02
28/04/201944.06
25/05/202043
17/05/202142
11/05/202243.02
અન્ય સમાચારો પણ છે...