તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બે ભાઈઓએ બેંકે હરાજીમાં મૂકેલું કોલ્ડ સ્ટોરેજ વેચી માર્યું

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અઢી કરોડની લોન બેંકમાંથી લઈ ભરપાઈ કરી નહોતી

આણંદ તાલુકાના બોરીયાવી ગામે વિમલ કોલ્ડ સ્ટોરેજ આવેલું છે. જેના માલિકો વિપુલભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ છે. વિમલ કોલ્ડ સ્ટોરેજના નામે વિદ્યાનગર એકસીસ બેંકમાંથી એગ્રીકલ્ચર લોન મેળવવા તેમણે અરજી કરી હતી. અને બેંક દ્વારા વીમલ કોલ્ડ સ્ટોરેજનું મોર્ગેજ ડીડ કરી રૂપિયા 2.47 કરોડની લોન આપી હતી. લોન મળવ્યા બાદ થોડા સમય લોનની નિયમિત ચૂકવણી કર્યા બાદ તેમણે લોન ભરપાઈ કરી નહોતી. આ અંગેની અવાર-નવાર નોટિસ આપવા જતા લોન ભરપાઈ નહીં થતા આખરે એક્સિસ બેન્ક દ્વારા મોર્ગેજ કરેલી મિલકતનો કબજો મેળવી તેની જાહેર હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.

જેમાં આ મિલકત ઈલ્યાસભાઈ વલીભાઈ મુલતાનીએ રૂપિયા ત્રણ કરોડમાં ખરીદ કરતા બેંકે મિલકતનો કબ્જો સોંપ્યો હતો. વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.બીજી તરફ આ વેચાણ દસ્તાવેજ સબ રજિસ્ટાર કચેરીમાં કરવામાં આવતા વિપુલભાઈ અને સુરેશભાઈ બેંકની ખોટી માર્ગેજ ડીડ સહિત અન્ય ખોટા દસ્તાવેજો બનાવી આ મિલકતનો વેચાણ દસ્તાવેજ મેહુલભાઈ અશોકભાઈ પટેલને કરી આપ્યો હોવાનું ખૂલ્યું હતું. જેની જાણ બેન્કને થતાં જ બેન્ક દ્વારા બંને વિરૂદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો