કાર્યવાહી:પોલીસના સ્વાંગમાં યુવકના 66 હજાર લૂંટનાર ત્રિપુટી ઝડપાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અક્ષરફાર્મ પાછળ કાનાકુઈ સીમમાં રોડની સાઈડ પર બનેલી ઘટના
  • ગર્લ ફ્રેન્ડ સાથે બેઠેલા યુવકને છરો બતાવી ધમકાવ્યો હતો

આણંદ શહેરના અક્ષરફાર્મ પાસે યુવકને લૂંટનારા ત્રણ શખસોને પોલીસે લોટીયા ભાગોળ પાસેથી ઝડપી પાડ્યા હતા. આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા માઈલસ્ટોન બિલ્ડીંગમાં રહેતો 18 વર્ષીય ર્કિતનકુમાર હિતેશભાઈ પટેલ ગત છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગ્યે કાનાકુઈ સીમ વિસ્તારમાં પોતાની ફ્રેન્ડ લેન્સી પટેલ સાથે બંને જણાં મોપેડ ઉપર બેસીને વાતો કરી રહ્યા હતા. દરમિયાન, એક બાઈક પર ત્રણ શખ્સો સવાર થઈને આવી પહોંચ્યા હતા અને બન્નેને ધમકાવીને તમે અહીંયા અંધારામાં શું કરો છો ? અમે પોલીસના માણસો છીએ તેમ જણાવીને યુવતીને ત્યાંથી ધમકાવીને કાઢી મૂકી હતી.

દરમિયાન, બીજી તરફ યુવકને ત્યાંથી બાઈક પર બેસાડીને હાર્ટ કિલરના ગરબા ગ્રાઉન્ડ ઉપર લઈ ગયા હતા. જ્યાં એક શખસે પોતાની પાસેની પોકેટ છરી કાઢી હતી અને ર્કિતનના ગળા ઉપર મૂકી દઈને જાનથી મારી નાંખવાની ધમકી આપીને વીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ તેનો 50 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને ચાવી અને પર્સ લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

માંડ-માંડ તે અન્યની મદદથી ઘરે પહોંચ્યો હતો અને સમગ્ર હકીકત તેના પરિવારને જણાવી હતી. રાત્રિના સવા નવેક વાગ્યે અજાણ્યા ઈસમોએ મોગરી પાસે આવેલા એટીએમમાંથી રૂપિયા 16 હજાર રૂપિયા ઉપાડી લીઘા હતા. જેને પગલે તેણે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 66 હજારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનામાં સંડોવાયેલા ભાવેશ ઉર્ફે તન્નુ હેમંત જોષી, અમિત વિકાસ સરગરા (બંને રહે. આણંદ), પ્રકાશ સુરેશ ગોહિલ(રહે. મોગરી)ની સંડોવણી ખુલી હતી.

અન્ય સમાચારો પણ છે...