કાર્યવાહી:કારમાં લઇ જવાતાં 300 કિલો ગૌમાંસ સાથે ત્રિપુટી ઝડપાઇ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાલેજથી આણંદ ડીલીવરી આપવા આવતા હતા

આણંદ શહેર પોલીસે બુધવાર રોજ સામરખા ચોકડી બ્રિજ પાસેથી એક મારૂતિવાનમાં આણંદ લઈ જવાતા 300 કિલો ગૌમાંસના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.શહેર પોલીસે બુધવાર સવારના સામરખા ચોકડી પાસે આવેલી બ્રિજ નીચેથી પસાર થતી એક કારને રોકીને તપાસ કરતા તેમાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતાં. કારમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. જેનું એફએસએલમાં પૃથ્થકરણ કરાવતા તે ગૌમાંસ હોવાનું ખુલવા પામ્યું હતું.

જેથી પકડાયેલા ત્રણેય શખ્સોના નામઠામ પૂછતાં ભાલેજ દૂધની ડેરી સામે રહેતા તૌસિફ સલીમભાઈ કુરશી, ઝુબેર ઐયુબભાઈ કુરેશી અને ઈમરાન યુસુફભાાઈ કુરેશી હોવાનું જણાવ્યું હતું. ગૌમાંસનું વજન કરતા કુલ 300 કિલો ગ્રામ જેટલું થવા પામ્યું હતું. પોલીસે બે મોબાઈલ ફોન, રોકડ રૂ. 4570 મળીને કુલ1,21,570નો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ત્રણેયની પૂછપરછ કરતાં ત્રણેય શખ્સોએ ભેગા મળીને તૌસિફના ઘરે ગૌવંશની હત્યા કરીને માંસ આણંદના ખાટકીવાડમાં વેચવા માટે આવી રહ્યાં હોવાની કબુલાત કરી હતી. ત્રણ શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...