આણંદ પાસેના િચખોદરા ગામ સ્થિત એક્સપ્રેસ હાઈવે પર દેશી દારૂમાં કેમિકલ, કલર ભેળવી વિદેશી દારૂ બનાવતાં બે શખસોને આણંદ એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરી હતી. જેમાં વડોદરાનો શખસ ચિખોદરાના શખસને કેમિકલ લાવીને આપતો હતો, તે કેમિકલ તેને રાજસ્થાનનો શખસ પૂરૂં પાડતો હતો. હાલમાં તેના નામ-સરનામાના આધારે એસઓજીની એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે.
ચિખોદરા ગામ સ્થિત એક્સપ્રેસ હાઈવે નજીક આવેલી ઊંટીયાવડવાળી સીમમાં રહેતો બાબુ ભીખા તળપદા તેના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો હોય પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં વડોદરામાં ઈંગ્લિશ દારૂનો ધંધો કરતો દિનેશ શામરીયા તેને વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ, દારૂની બોટલો, સ્ટીકર સહિતનો મુદ્દામાલ પૂરો પાડતો હતો. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં તેમને તમામ સામગ્રી રાજસ્થાનનો વેપારી પૂરો પાડતો હતો. છેલ્લાં ત્રણ માસથી બંને શખસો છૂટા-છવાયા લોકોને સપ્લાય કર્યું હતું.
\હાલમાં રાજસ્થાનના વેપારીને પકડવા માટે એસઓજીની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનનો આ વ્યક્તિ ટૂંક સમયમાં પોલીસના હાથે પકડાઇ જશે એ પછી અન્ય વિગતો પ્રકાશમાં આવશે. બીજી તરફ આરોપી દિનેશની ક્રાઈમ હિસ્ટ્રી તપાસતાં તેના વિરૂદ્ધ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં બે અને દાહોદ, વડોદરા અને આંકલાવમાં એક-એક મળી કુલ પાંચ કેસ પ્રોહિબિશનના નોંધાયા છે. નોંધનીય છે કે, અગાઉ આંકલાવ તાલુકામાં પણ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ત્યારે પણ તેનો રેલો રાજસ્થાન પહોંચ્યો હતો. રાજસ્થાનનો દારૂનો વેપારી જ તમામ સામગ્રી સપ્લાય કરતો હતો.
ત્રણ મહિનામાં બીજી ફેક્ટરી પકડાઈ, કેમિકલ સપ્લાય કરનારો પોલીસ ચોપડે હજુ વોન્ટેડ
આંકલાવ તાલુકાના ભેટાસી ગામમાં અગાઉ ઓગસ્ટમાં વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આમ, આણંદ જિલ્લામાં છેલ્લાં ત્રણ મહિનામાં જ બીજી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. એ સમયે પણ તેનો રેલો રાજસ્થાન પહોંચ્યો હતો. રાજસ્થાનનો દારૂનો વેપારી અમ્રૃત જૈન જ તમામ સામગ્રી સપ્લાય કરતો હતો. આ ઉપરાંત રાજકોટનો એક શખસ કીર્તિરાજસિંહ ગોહિલ આ બનાવમાં તેમને કેિમકલ સપ્લાય કરતો હતો. જેને હજુ પકડવાનો બાકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.