તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:આણંદ જિલ્લામાં વધુ 24 કેસ સાથે કોરોનાના કુલ આંક 3213 પર પહોંચ્યો

આણંદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 24 કલાક વધુ 1654 લોકોના સેમ્પલો લઈ પરિક્ષણ અર્થે મોકલાયા

આણંદ જિલ્લામાં કોરોના સ્થાનિક સંક્રમણ દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. તેમાંય આણંદ શહેરની સ્થિતિ વધુ નાજુક બની રહી છે. ત્યારે મંગળવારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં વધું 24 દર્દીઆે નોધાતાંની સાથે જિલ્લાનું કોરોનાનું મીટર 3213 પર પહોચી જવા પામ્યું છે. આમ જિલ્લાની જુદા - જુદા 12 કોવિડી સેન્ટરો માં 171 દર્દીઆે સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 10 દર્દીઆે હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસારે જિલ્લામાં સોમવાર બાદ મંગળવારે પણ કોરોના પોઝિટીવ દર્દીઆેનો આંક ડબલ ડિઝીટમાં નોધાયાે હતો. જેમાં સૌથી વધુ આણંદ શહેર સહિત તાલુકામાં 20 કેસ જ્યારે બોરસદમાં 3 અને ખંભાતમાં 1 કેસ નોધાયો હતો. આણંદ જિલ્લામાં હાલ 181 દર્દીઆે એક્ટીવ છે. જેમાં 171 દર્દીઆે જિલ્લાની 12 જુદી- જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી 14 દર્દીઆે ઓક્સિજન પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 10 દર્દીઆે હોમઆઈસોલેશમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે વીતેલા 24 કલાકમાં વધુ 1654 લોકોના સેમ્પલો લઈ પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો